જિલ્લા જેલમાં કેદીઓના ટીબી અને એચઆઇવી ટેસ્ટ કરાયા

36

બંદીવાનો પણ સારું સ્વાસ્થ્ય મેળવી શકે તે માટે તેમની નિયમીત સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવે છે
સામાન્ય નાગરિકોની સાથે જેલના બંદીવાનોને પણ સારું સ્વાસ્થ્ય મળે તે જરૂરી છે. તેના ભાગરૂપે જેલમાં રહેલાં બંદીવાનોની પણ નિયમિત સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવે છે. જેના ભાગરૂપે તા.૨૦/૦૯/૨૦૨૧ થી તા.૨૨/૦૯/૨૦૨૧ સુધી ભાવનગર જીલ્લા જેલ ખાતે સુભિક્ષા પ્લસ પ્રોજેક્ટ હેઠળ બંદીવાન તથા જેલ સ્ટાફના એચ.આઈ.વી અને ટી.બી. ટેસ્ટ અને હિપેટાઇટીસ બી/સી આર. પી.આર ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વિથ એચ.આઈ.વી એઇડ્‌સ (જી.એસ.એન.પી.) દ્વારા અમલી અને સાથી ય્હ્લછ્‌સ્ સંસ્થા દ્વારા અનુદાનિત, ગુજરાત સ્ટેટ એઇડ્‌સ કંટ્રોલ સોસાયટી અમદાવાદના તક્નીકી માર્ગદર્શન હેઠળ તેમજ ડૉ. કે.એલ.એન.રાવ, અધિક પોલીસ મહાનિદેશક (જેલ અને સુધારાત્મક વહીવટ)ના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૪૮૯ બંદીવાનના તેમજ ૩૧ જેલ સ્ટાફના એચ.આઈ.વી માટે પ્રાથમિક નિદાન માટે સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. જેલના મર્યાદિત અને શિસ્તબદ્ધ વાતાવરણમાં આ રીતે આરોગ્ય સેવાઓ પહોંચાડી બંદીવાનના હિતમાં સુભિક્ષા પ્રોજેક્ટ દ્વારા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે. એચ.આઈ.વી. ટીબી. જેવા ચેપી રોગનું જેટલું વહેલું નિદાન થાય તે સારું છે અને જો પોઝિટિવ આવે તો સત્વરે ઉપલબ્ધ સારવાર સાથે અસરકારક જોડાણ થાય તો બંદીવાન જેવા લક્ષિત જૂથના જીવનની ગુણવત્તામાં વૃદ્ધિ કરી શકાય છે.ભાવનગર જિલ્લા ક્ષય રોગ અધિકારી તથા સુપરવાઈઝરના માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લા ક્ષય કેન્દ્રમાંથી ઉપસ્થિત હિમાંશુભાઈ પંડ્યા, ભાવનાબેન પંડ્યા, એચ. એચ. કુરેશી, જગતભાઈ જોષી, ગાર્ગીબેન, સુભિક્ષા પ્રોજેક્ટના ઁઁસ્ મીનાબેન પરમાર, બી.એન.પી. સંસ્થાના નીતા બેન કવૈયા પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.