તા.૦૫નાં રોજ કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર, પેટા વન વિભાગ હેઠળની મોબાઈલ સ્કવોડ રેન્જ, ભાવનગર દ્વારા દેવળીયા તથા પાળીયાદ ઉચ્ચત્તર/પ્રાથમિક શાળા તેમજ વેળાવદર રેન્જ દ્વારા મેવાસા, રાજગઢ અને અધેલાઈ ઉચ્ચત્તર/પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓને વન્યપ્રાણી વિશે માહિતગાર કરી તથા વન્યપ્રાણી સંરક્ષણમાં સહભાગીતા વિશે સમજણ આપી, મૌખિક પ્રશ્નોત્તરી કર્યા બાદ તમામ વિદ્યાર્થીઓનાં વન્યપ્રાણી વિશેનાં જ્ઞાનની ચકાસણી માટે લેખિત પ્રશ્નોત્તરી કરી, ત્યારબાદ પ્રથમ ત્રણ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા હતાં. ભાવનગરની પ્રકૃતિ સંરક્ષણમાં કામ કરતી સંસ્થાઓનાં પ્રતિનિધિ દ્વારા “સાપ ખેડૂતનો મિત્ર” નામની ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોબાઈલ સ્કવોડ રેન્જ, ભાવનગરના વિસ્તારમાં આવેલ દેવળીયા તથા પાળીયાદ ઉચ્ચત્તર/પ્રાથમિક શાળાના મળી કુલ-૪૨ વિદ્યાર્થીઓ તેમજ મેવાસા, રાજગઢ અને અધેલાઈ ઉચ્ચત્તર/પ્રાથમિક શાળાનાં મળી કુલ-૧૨૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. આજનાં વિદ્યાર્થીઓ ભવિષ્યનાં ઉત્તમ નાગરિક બને અને વન્યપ્રાણી સંરક્ષણમાં પોતાનું યોગદાન આપે તે માટે યોજાયેલ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો.
















