ભાવનગર જિલ્લાના માલણકા ખાતે આવેલા ખોડિયાર માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો

968

ભક્તોએ નોરતાંના અંતિમ દિને માં જગતજનનીને રિઝવવા કોઈ કસર બાકી ન રાખી
નવલાં નોરતાંના અંતિમ દિવસે ભાવનગર શહેર-જિલ્લામાં દૈવી ભક્તિ-ઉપાસનાનો સર્વપરી માહોલ જોવા મળ્યો હતો. દૈવી આસ્થાના અનુયાયીઓ દ્વારા નોરતાંના અંતિમ દિનેમાં જગતજનનીને રીઝવવા કોઈ જ કસર બાકી રાખી ન હતી. માતાજીને પ્રિય હોમાત્મક યજ્ઞકાર્યો સાથે ચંડીપાઠ અન્નકૂટ ભોગ નૈવેદ્ય સાથે માની ભક્તિમાં શ્રદ્ધાળુઓ લીન બન્યાં હતા.

ભાવનગર જિલ્લાના ધાવાડા ગામ ખાતે આવેલા કે પટેલ, ભાયાણી, ભટ્ટ, (સિહોર) તથા શાહ (જસપરા) પરિવારના કુળદેવી માલણકા ખોડિયારમાંના મંદિરે આસો મહીનાની નવરાત્રિ ધામઘુમથી ઉજવવામાં આવે છે. આસો મહીનાની નવરાત્રી દરમ્યાન દરરોજ ચંડીપાડ માતાજી કરવામાં આવે છે. નવરાત્રિના પુરી થતા દશેરાના દિવસે હવનનું આયોજન કરવામાં આવે છે. આસો નવરાત્રી નીમીતે આર્યોજીત નવચંડી યજ્ઞ, આસો સુદ-10ને દશેરાના દિવસે શુક્રવારે કરવામાં આવ્યો હતો, આ નવચંડી યજ્ઞમાં રોનકભાઈ ઓઝાના આચાર્યપદે હોમાત્મક નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ ઉત્સવ માં ગુજરાતભર માંથી તેમજ ગુજરાત બહારથી પણા ભક્તો દર્શનાર્થે આવે છે. આ પ્રસંગનું કોરોનાની સરકારી ગાઈડ સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગેની ટ્રસ્ટીઓ એ સારી જહેમત ઉઠાવી હતી.

Previous articleઆરએસએસ પ્રમુખ મોહન ભાગવતે શસ્ત્ર પૂજા કરી
Next articleભાવનગરમાં નવરાત્રિના દશેરાના દિવસે પણ ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી