મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજે બપોરે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચતાં મેયર કિર્તીબેન દાણીધારીયા અને મહાનુભાવોએ ભાવભીનું સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં યોજાનાર ઇ.ડબલ્યુ.એસ. પ્રકારના ૧૦૮૮ આવાસોના લોકાર્પણ કાર્યક્રમમાં સહભાગી થવાં માટે ભાવનગર જિલ્લાની મુલાકાતે છે. મુખ્યમંત્રીનું સ્વાગત કરવાં માટે એરપોર્ટ પર પૂર્વ મંત્રી વિભાવરીબેન દવે, જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, સાંસદ ડો. ભારતીબેન શિયાળ, કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, જિલ્લા ભાજપા પ્રમુખ રાજીવ પંડ્યા સહિતના પદાધિકારી ઉપસ્થિત રહ્યાં હતાં.
















