ગારિયાધાર તાલુકાના બે ગામની સગર્ભાની 108ની ટીમે એમ્બ્યુલન્સમાં સફળ ડિલિવરી કરાવી

114

સગર્ભાઓને રસ્તામાં જ પિડા ઉપડતા એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરવાની ફરજ પડી
ગારિયાધાર તાલુકામાં 108ની ટીમે બે સગર્ભાની એમ્બ્યુલન્સમાં સફળ ડિલિવરી કરાવી હતી. આનંદપૂર અને દમરાળા ગામની સગર્ભાની 108ની ટીમે એમ્બ્યુલન્સમાં સફળતા પૂર્વક ડિલેવરી કરાવી સગર્ભા અને બાળકને નવજીવન આપ્યું હતું. આ અંગે 108 ના અધિકારી એ જણાવ્યું હતું કે, ગારિયાધાર તાલુકાના બે ગામની સગર્ભાને પ્રસુતિની પિડા ઉપડી હતી. બાદમાં જાણ કરાતા ગારિયાધાર 108 એમ્બ્યુલન્સના ઇએમટી જીતેન્દ્ર વાઘેલા, પાઇલોટ ચેતનસિંહ તુરત દર્દીના ઘરે પહોંચી ગયા હતા અને સગર્ભાને લઈ હોસ્પિટલે જવા ૨વાના થયા હતા.

જોકે, આ વચ્ચે બંને સગર્ભાને રસ્તામાં જ પિડા વધી જતા એમ્બ્યુલન્સને રોકી સમયસરની સારવાર હાથ ધરી હતી. બાદમાં ઇએમટી જીતેન્દ્ર વાઘેલાએ એમ્બ્યુલન્સની અંદર જ સફળ ડિલેવરી કરાવી હતી. જેમાં આનંદપુરના ટીના બેન કમલેશ ભીલે સુંદર બેબીને એમ્બુલન્સમાં જન્મ આપ્યો હતા. બીજા કેસમાં દમરાળા ગામના કવિતાબેન્ લલિતભાઈ સગર્ભા માતા એ સુંદર બાબાને જન્મ આપ્યો હતો. ઇએમટી જીતેન્દ્ર વાઘેલા એ બાળક અને માતાની ઈમર્જન્સી ડૉક્ટરની સલાહ મુજબ સારવાર કરાવી માતા અને બાળકને નવજીવન મળ્યું હતું. મહિલાના પરિવારજનોમાં આનંદ છવાઇ ગયો હતો, હાલ માતા અને બાળક બન્ને સુરક્ષતિ છે.

Previous articleઆબુમાં તાપમાન ૦ ડિગ્રીએ પહોંચતા અનેક રસ્તાઓ પર બરફનાં પડ જામી ગયા
Next articleકોરોનાના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર થયેલી અસરને પહોંચી વળવા પાલીતાણાની શાળાએ વધારાના અભ્યાસ વર્ગો શરૂ કર્યા