હાઇ-વેનું અટકેલું કામ તાકીદે ચાલુ કરાવવા મંત્રી વાઘાણીએ યોજી બેઠક

107

ગુજરાતના વિકાસના એ મંત્રને લઈને રાજ્ય સરકાર આગળ વધી રહી છે ત્યારે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર પશ્ચિમ વિધાનસભાના નારી, સીદસર, બુધેલ નેશનલ હાઇ-વેનું કામ ચાલું કરવા બાબતે આયોજિત બેઠકમાં ઉપસ્થિત રહી અધિકારીઓ સાથે ચર્ચા – વિચારણાં કરી જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. રવિવારની રજા હોવાં છતાં પણ ભાવેણા માટે બેઠક કરી ઝડપી કામગીરી માટે જરૂરી મસલત કરી હતી. આ બેઠકમાં મેયર કીર્તિબેન દાણીધારીયા, કલેકટર યોગેશ નિરગુડે, કમિશ્નર એમ.એ. ગાંધી, નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ અને નારી ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleઈંગ્લીશ દારૂ-બિયર ભરેલું કન્ટેનર પલ્ટી મારી જતાં મુદ્દામાલ સાથે ડ્રાઈવર-કલીનરની ધરપકડ
Next articleઅસલી પરથી નકલી સ્ટેમ્પ પેપર બનાવી છેતરપીંડી આચરતા ભેજાબાજો ઝડપાયા