આઝાદ ઇલેવન રાળગોન (તા.તળાજા) ખાતે નાઈટ કબડ્ડી ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

136

આઝાદ ઇલેવન રાળગોન દ્વારા રાળગોન (તા.તળાજા) ખાતે નાઈટ કબડ્ડી ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ ગામોની 28 જેટલી કબડ્ડીની ટીમોએ ભાગ લીધો જેમાં વિશેષ હસ્તીઓ તરીકે કનુભાઇ બારૈયા (ધારાસભ્ય,તળાજા) મહેન્દ્રભાઈ બારૈયા (પ્રમુખ, પાલીવાલ બ્રહ્મ સમાજ), રાજનભાઈ ભટ્ટ (ચેરમેન, બાંધકામ સમિતિ જિલ્લા પંચાયત ભાવનગર), ડો.પ્રકાશભાઈ ભટ્ટ સાહેબ (ન્યુરોલોજીસ્ટ, બજરંગદાસ બાપા આરોગ્ય ધામ ભાવનગર), ડો.કીર્તિબેન જાળેલા ભટ્ટ (ઇલેક્ટ્રોમાયોગ્રાફર,બજરંગદાસબાપા આરોગ્ય ધામ, ભાવનગર), જીતુભાઈ પનોત (સદસ્ય, જિલ્લા પંચાયત, ભાવનગર), ભદ્રેશભાઈ (કૃતજ્ઞતા ગ્રુપ) મહેશભાઈ (જય ગણેશ ગ્રુપ) વગેરે જેવા આમંત્રિત મહેમાનો એ હાજરી આપી પ્રોત્સાહન પૂરું પાડેલ. પાલીવાલ બ્રહ્મ સમાજના યુવાનો દ્વારા સમયાંતરે આવા આયોજન થતા રહે છે જે પ્રશંસાને પાત્ર છે.
રિપોર્ટ મૂળશંકર જાળેલા…

Previous articleશહેર કૉંગ્રેસ દ્રારા લોકશાહી બચાવો, બંધારણ બચાવો અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો પર બાઈક રેલી યોજી વિરોધ પ્રદર્શિત કર્યો
Next articleશેત્રુંજય યુવક મંડળ હસ્તક સરકારી શાળાને ભોજન અને ભજન માટે ત્રણ લાખ નું દાન.