આંતરરાષ્ટ્રીય કુદ્સ દિવસ નિમિત્તે ઈઝરાઈલ દ્વારા પેલેસ્ટાઈનમાં થતા ઝુલ્મો અને મુસલમાનોના પવિત્ર સ્થળ બેયતુલ મુકદ્સ પર ઈઝરાઈલી ગેરકાયદેસર કબ્જાનો વિરોધ દર્શાવવાના હેતુથી તા.૮-૬-ર૦૧૮ મહુવા પીરઝાદા ચોકથી વાસીતળાવ થઈ સીટીઝન ચોક સુધી રેલી કાઢવામાં આવેલ અને મહુવા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવેલ. જેમાં મોટીસંખ્યામાં લોકો હાજર રહેલ અને ઈઝરાઈલ દ્વારા થતા ઝુલ્મ તથા આતંકવાદના ખીલાફ પોતાનો વિરોધ દર્શાવેલ.
















