ભાવનગર યુનિવર્સીટીમા ૩૪ કર્મચારીઓ છેલ્લા ૧૫ થી ૨૨ વર્ષો થી અલગ અલગ કેડર માં ફરજ બજાવે છે યુનિવર્સીટીમાં ખાલી પડેલ ૧૦૭ જગ્યામા કાયમી કરવા માટે તેઓની માગણી છે ૧૧.૬.૧૮ ના રોજના પત્રના અનુસંધાને તેઓને કાયમી કરવા જોઈએ પરંતુ યુનિવર્સીટીના વાઇસ ચાન્સલર દ્વારા કર્મચારીઓની માંગણી નહિ સંતોષાતા કર્મચારીઓ દ્વારા તા ૧૮.૬.૧૮ થી કાળી પટી બાંધી ધારણા અને તા ૨૫.૬.૧૮ થી પ્રતીક ઉપવાસ કરી રહયા છે આજે ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ ભાવનગર જિલ્લા યુવા કૉંગ્રેસ પ્રમુખ રાજકુમાર મોરી,ભાવનગર પશ્ચિમ યુવા કૉંગ્રેસ પ્રમુખ નિલદીપસિંહ ગોહિલ ભાવનગર જિલ્લા યુવા કૉંગ્રેસ ઉપપ્રમુખ બળદેવભાઈ સોલંકી,ભાવનગર જિલ્લા યુવા કૉંગ્રેસ મહામંત્રિ જીતેન્દ્રભાઈ બાલધિયા,ભાવનગર પશ્ચિમ યુવા કૉંગ્રેસ ઉપપ્રમુખ રવીરાજસિંહ ગોહિલ,યુવા કૉંગ્રેસ અગ્રણી હરેન્દ્રસિંહ ગોહિલ,ભાવનગર જિલ્લા યુવા કૉંગ્રેસ મંત્રી કેતનસિંહ ગોહિલ,પશ્ચિમ યુવા કૉંગ્રેસ મહામંત્રિ ધર્મેન્દ્રસિંહ ગોહિલ,જિલ્લા યુવા કૉંગ્રેસ મહામંત્રિ યુવરાજસિંહ માલપર સહિત ના યુવા કૉંગ્રેસ અગ્રણીઓ એ આંદોલન કારીઓની મુલાકાત લીધી અને આંદોલન કારીઓને સમર્થન આપ્યું.
















