તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” (કોટપા-૨૦૦૩)નું સધન અમલીકરણ થાય તે હેતુથી જીલ્લા કક્ષાએ ટાસ્ક ફોર્સ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ /રેડ ની કામગીરી આરોગ્ય વિભાગના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.ઓ.માઢકના માર્ગદર્શન અને એપીડેંમિક વિભાગ નાં ડૉ. આર.આર.ચૌહાણ ના મોનીટરીંગ નીચે તાલુકા ટાસ્ક ફોર્સ સ્કવોડ દ્વારા આજરોજ તા ૫/૭/૨૦૧૮ના રોજ સવારે ૧૧.૦૦ કલાકથી બોટાદની મુખ્ય બજાર માર્ગ પર ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા નાંના-મોટા વેપારીઓ,પાન-ગલ્લા પાર્લર વગેરે જગ્યાએ કુલ ૧૫ દુકાનો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી ૧૧ જેટલા દુકાન ધારકો પાસેથી રૂ.૫૪૦૦/- દંડ વસુલ કરવામાં આવેલ હતો.
આ કામગીરીમાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.એસ.એસ.પ્રસાદ, પુરવઠા વિભાગ મુખ્ય પુરવઠા નિરીક્ષક મિતુલભાઇ.ટી.વણોલ, નાયબ મામલતદાર એસ.બી.ખાંભલ્યા અને પોલીશ વિભાગના અધિકારી ડી. બી.સોલંકી, જીલ્લા આઈ.ઈ.સી.અધિકારી મુકુંદભાઈ મૂંધવા, તાલુકા સુપરવાઇજર ગોરધનભાઇ મેર તથા સામાજિક કાર્યકર ગૌતમભાઇ વંડરા દ્વારા આ કામગીરી ખુબ જ ચોકસાઈ પૂર્વક કરવામાં આવેલ.
















