ભાવનગર શહેર – જિલ્લામાં બે વૃધ્ધના મોત નિપજવા પામ્યા છે. જેમાં રૂવાપરી રોડ પર રહેતા વૃધ્ધને ટ્રકના ચાલકે અડફેટે લેતા સારવાર દરમ્યાન મોત થયું છે. જયારે તળાજાના દિહોર ગામે રહેતા વૃધ્ધને ખુંટીયાએ અડફેટે લેતાં મોત થયું હતું.
પ્રાપ્ત વિગત મુજબ તળાજાના દિહોર ગામે રહેતા દુલાભાઈ મોહનભાઈ રાવળ (ઉ.વ.પપ)ને બેફામ બનેલા ખુંટીયાએ અડફેટે લેતા દુલાભાઈને ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત નિપજયું હતું. જયારે શહેરના રૂવાપરી રોડ પર રહેતા મહેન્દ્રભાઈ ચોહાણ (ઉ.વ.પ૯)ને ગત તા. ૩૦ના રોજ ટ્રક નં.જી.જેઉ૪ એકસ પ૮૬૬ના ચાલકે અડફેટે લેતાં લોહીયાળ ઈજાઓ પહોંચી હતી. જેમને સારવાર અર્થે સર.ટી. હોસ્પિટલ ખસેડાતાં આજરોજ વૃધ્ધનું મોત નિપજવા પામ્યું હતું.
















