છેલ્લા બે વર્ષથી ખાલી રહેલા અને સિહોરને પાણી પુરૂ પાડતા શાન ગણાતા એવા ગૌત્તમેશ્વર તળાવમાં ચાલુ વર્ષે સારા વરસાદના પગલે નવ ફુટ જેટલા નવા નીર આવતા નગરજનોમાં આનંદ છવાયો છે. ત્યારે નગરપાલિકાના હોદ્દેદારો, ચૂંટાયેલા નગરસેવકો સહિત ભાજપ મહિલા મોરચાએ આજે ગૌત્તમેશ્વર તળાવમાં નવા નીરના વધામણા કર્યા હતા અને જળપુજન કરી તળાવ છલકાય તેવી પ્રાર્થના કરી હતી.
















