ઈસ્કોન ખાતે દિવાળી કાર્નિવાલનું સમાપન

885

શહેરના ઈસ્કોન કલબ ખાતે યોજાયેલ ૨ દિવસીય દિવાળી કાર્નિવલનું આજે સમાપન યોજાયુ હતું. આ શોપીંગ ફેસ્ટીવલને ઉમદા પ્રતિસાદ સાંપડ્યો હતો.

બોરતળાવ સમીપ વિકટોરીયા પાર્ક પાછળ આવેલ ઈસ્કોન કલબ ખાતે અંબીકા ટેકરીવાલા દ્વારા આયોજીત દિવાળી શોપીંગ કાર્નિવલનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ૨ દિવસીય શોપીંગ ફેસ્ટીવલમાં દિવાળીને લગતી ચિઝ વસ્તુઓ ખાણી પીણી કપડા તથા અન્ય ચિઝ વસ્તુઓ માટે કુલ ૭૫ સ્ટોલ ભાડે આપવામાં આવ્યા હતા મંદબુધ્ધિ ધરાવતા દિવ્યાંગ બાળકો દ્વારા નિર્મીત વસ્તુઓનું બહોળા પ્રમાણમાં વેચાણ થયુ હતું. આ બહોળા પ્રમાણમાં વેચાણ થયુ હતું આ કાર્નિવલને બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો સમગ્ર કાર્ય વ્યવસ્થા માટે ઈસ્કોન કલબના મેનેજર આનંદ ઠક્કર તથા ટીમ એ જહેમત ઉઠાવી હતી.

Previous articleસાવરકુંડલા ખાતે બારોટ સમાજની બેઠક યોજાઈ
Next articleસંસ્કૃત ભારતી દ્વારા શરદોત્સવની ઉજવણી