હોકી વર્લ્ડ કપનાં ઉદ્ધાટન સમારહોમાં માધુરી પરફોર્મન્સ કરશે

1230

હોકી વર્લ્ડ કપ ૨૦૧૮ના ઉદ્ધાટન સમારહોની બધી ટિકિટ થોડા જ કલાકોમાં ઓનલાઇન વેચાણ થઇ ગયું હતું. આ સમારોહ મંગળવારે (૨૭ નવેમ્બર) કલિંગા સ્ટેડિયમમાં થશે. જેમાં અભિનેત્રી માધુરી દિક્ષિત નેને અને સંગીતકાર એઆર રહમાનનું પરફોર્મન્સ પર જોવા મળશે. આ ઉપરાંત અન્ય બોલિવુડના કલાકારો તેમાં ભાગ લેશે. હોકી વર્લ્ડ કપના ૧૪મું સંસ્કરણ ૨૮ નવેમ્બરથી ૧૬ ડિસેમ્બરની વચ્ચે આયોજીત કરવામાં આવ્યું છે.

હોકી વર્લ્ડ કપ ૨૦૧૮ને કલિંગા સ્ટેડિયમમાં યોજાવનારા ઉદ્ધાટન સમારહોની બધી ટિકિટનું થોડા જ કલાકોમાં ઓનલાઇન વેચાણ થઇ ગયું હતું. આ સાથે-સાથે ૨૮ નવેમ્બરે કટકના બારાબતી સ્ટેડિયમમાં યોજાવનારી પ્રથમ મેચની પણ બધી ટિકિટનું વેચાણ થઇ ગયું હતું. ટિકિટોની વધતી માંગને જોઇ આ ઉદ્ધાટન સમારોહ અને ટૂર્નામેન્ટની પ્રથમ મેચની મંગળવારે ટિકિટોનું સીધું વેચાણ કરવામાં આવ્યું હતું. ત્યારે થોડા જ કલાકોમાં બધી ટિકિટનું વેચાણ થઇ ગયું હતું.

Previous articleજાફર રણજી ટ્રોફીમાં ૧૧,૦૦૦ રન બનાવનારો પ્રથમ બૅટ્‌સમૅન
Next articleઆજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટી-૨૦ઃ ૭૦ હજાર પ્રેક્ષકોની હાજરી હશે