સરકારી હોસ્પિટલના પ્રસુતિ વિભાગના વોર્ડમાં પ્રસુતિ થયા બાદ માતા તથા બાળકને હોસ્પિટલમાંથી રજા અપાય ત્યારે સરકાર તરફથી ખીલખીલાટ વાન ફાળવવામાં આવ્યું છે. તેમાં તેમને ધરે મુકી આવવાના હોય છે ત્યારે સર.ટી. હોસ્પિ.ના પ્રસુતિ વોર્ડમાં એક સાથે ચાર-પાંચ પ્રસુતાઓને રજા અપાયા બાદ તેમના નવજાત બાળક તથા પરિવારના સભ્યને ઘરે મુકવા જવાય છે. એક સાથે ચાર-પાંચ પ્રસુતા હોવાના કારણે ભારે ગીર્દી થવા પામે છે. અને મુશ્કેલીઓ ભોગવવી પડતી હોય એક-કે બે કેસો એક સાથે લઈ જવા માંગ ઉઠવા પામી છે.
















