ભાવનગર રેલ્વે ડિવીઝને ૧ માસમાં રૂા.૪૨.૫૦ લાખનો દંડ વસુલ કર્યો

1146

પશ્ચિમ રેલ્વે ભાવનગર ડિવીઝન દ્વારા વગર ટિકિટે મુસાફરી કરનારાઓ ઉપર તવાઈ બોલાવાઈ છે અને નવેમ્બર-ર૦૧૮ એક મહિનામાં રૂા. ૪ર.પ૦ લાખના દંડની વસુલાત કરીને શ્રેષ્ઠ કામગીરી કરી હતી.

પશ્ચિમ રેલ્વે ભાવનગર ડિવીઝન દ્વારા મે-ર૦૧૭થી વિના ટીકીટે અથવા અનિયમિત ટિકીટ ઉપર યાત્રા કરવા વાળા સામે સઘન અભિયાન ચલાવાઈ રહ્યું છે. જેના પરિણામે બુકીંગ કર્યા વિનાના સામાન, વગર ટીકીટે યાત્રા કરવા તથા ભિખારીઓનો અતિરેક અને ગેરકાયદેસર ફેરી વાળાઓને બહાર કરી તેઓની પાસેથી દ્‌ંડ વસુલવામાં આવેલ.

ભાવનગર ડિવીઝનની વિવિધ સ્ટેશનો તેમજ ટ્રેનોમાંથી નવેમ્બર-ર૦૧૮ના મહિનામાં ડિવીઝનલ રેલ્વે મેનેજર રૂપા શ્રીનિવાસનના માર્ગદર્શન હેઠળ ડીસીએમ માશુક અહેમદ તથા સહાયક પ્રબંધક નિલાદેવી ઝાલાની આગેવાની હેઠળ વિશેષ ટિકીટ ચેકીંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં નવેમ્બર -ર૦૧૭માં ૬પર૮ કેસોમાં ર૧,૧૮૯૧૦નો દંડ કરાયેલ તેની તુલનામાં નવેમ્બર-ર૦૧૮ના મહિનામાં વિશેષ અભિયાન દરમ્યાન ૯૪૩ર કેસોમાં ૪ર,પ૦,૦૬૦નો દંડ વસુલવામાં આવ્ય્‌ હતો જે ગત નવેમ્બરની તુલનાએ ડબલ થયો હતો.

ભાવનગર ડિવીઝન દ્વારા વગર ટીકીટે રેલયાત્ર કરવા વાળા સામે નિયમીત રૂપથી આવી કડક કાર્યવાહી ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. રેલ્વે દ્વારા યાત્રીકોને વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરાવવા તથા વગર ટીકીટે મુસાફરી કરતા લોકોને બંધ કરાવવાના ઉદ્દેશથી ભાવનગર ડિવીઝન દ્વારા કઠોર કદમ ઉઠાવાયા છે. ત્યારે વિના ટીકીટે રેલ મુસાફરી ન કરવા પણ લોકોને ડીસીએમ માશુક અહેમદ દ્વારા અનુરોધ કરાયો છે.

Previous articleરો-રો ફેરીની સર્વિસ બંધ, ઓનલાઈન બુકીંગ શરૂ!
Next articleબોટાદમાં છ વર્ષની બાળા પર દુષ્કર્મ કરનાર કુલદીપ ઉર્ફે અરુણ પરમાર આખરે ઝડપાયો