ભાવનગર ખાતે યોજાશે સીનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયન શીપ

931

ભાવનગર શહેરમાં આગામી તા.૫ થી ૧૨ જાન્યુઆરી-૨૦૧૯ દરમ્યાન ૬૯મી સીનીયર નેશનલ બાસ્કેટ બોલ ચેમ્પિયન શીપ યોજાનાર છે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેની માહિતી સંદર્ભે આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી.

ગુજરાત સ્ટેટ બાસલ્કેટ બોલ એસો. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ભાવનગર ડિસ્ટ્રીકટ બાસ્કેટ બોલ એસોસીએશન તથા યગસ્ટર્સ બાસ્કેટ બોલ કલબ દ્વારા ૬૯મી સીનીયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયન શીપનું ભાવનગર ખાતે તા.૫ થી ૧૨ જાન્યુઆરી દરમ્યાન. યોજાશે જેમાં દેશભરની ૬૦ થી વધુ ટીમો અને ૯૦૦ થી વધુ નામાંકીત ખેલાડીઓ ભાગ લેવા આવશે જેમાં બાસ્કેટબોલમાં ઈન્ટરનેશનલ તથા વિદેશમાં પ્રોફેશનલ લીગમાં રમતા તમામ ખેલાડી ભાઈઓ-બહેનો ભાગલેવા આવશે.

મુખ્યમંત્રી સહિત આગેવાનોની ઉપસ્થિતીમાં ઉદ્‌ઘાટન સમારોહ યોજાશે અને કેન્દ્રીય મંત્રીઓ સહિતની ઉપસ્થિતીમાં સમાપન સમારોહ યોજાશે જ્યારે ટુર્નામેન્ટ દરમ્યાન રાજ્યપાલ સ્પિકર તેમજ વિવિધ રમતોનાં નામાંકીત ખેલાડીઓ સહિત અનુકુળતાએ ઉપસ્થિત રહેશે. ગુજરાત રાજ્યમાં બીજી વખત અને સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત નેશનલ બાસ્કેટ બોલ ટુર્નામેન્ટ યોજાનાર છે ત્યારે ભાવનગરમાં અનેરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. પોણા બે કરોડનાં અંદાજીત ખર્ચે યોજાનાર આ ટુર્નામેન્ટનું ડીડી સ્પોર્ટસ પર જીવંત પ્રસારણ કરાશે તેમ આજે પત્રકાર પરિષદમાં જીતુભાઈ વાઘાણી તથા બાસ્કેટબોલનાં ઓર્ગેનાઈઝીંગ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.

Previous articleઘરફોડ ચોરીના ગુન્હામાં વોન્ટેડ આરોપી ઝડપાશે
Next articleગારિયાધાર પો.સ્ટે.નાં છેતરપીંડીનાં ગુનામાં ફરાર આરોપી ઝડપાયો