પેનની સાથે કોઈપણ પ્રકારનો વિવાદ ઈચ્છતો નથીઃ કોહલી

1086

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટિમ પેન વચ્ચે પર્થ ટેસ્ટમાં ઘણી ચર્ચા થઈ હતી. બંન્ને ખેલાડી મેચના ત્રીજા અને ચોથા દિવસે એકબીજા સાથે ટકરાતા જોવા મળ્યા હતા. પરંતુ કોહલીએ કહ્યું કે, તે મેલબોર્ન ટેસ્ટમાં પેનની સાથે કોઈપણ પ્રકારનો વિવાદ ઈચ્છતો નથી.

કોહલીએ કહ્યું, એક ટીમ તરીકે તમે ૨-૦થી આગળ હોવ કે ૧-૦થી પાછળ. પહેલા જે થયું તેનું ભવિષ્યના સંદર્ભમાં કોઈ મહત્વન નથી. કોહલીએ કહ્યું કે, તો અમારે હજુ સુધી વાત કરવી જોઈએ. અમારે સતત સારૂ ક્રિકેટ રમવાનું છે અને પરિસ્થિતિઓને ખુદ પર હાવી થવા દેવી નથી.

કોહલીએ સોમવારે ટીમની જાહેરાત પહેલા પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું કે, ટીમનો પ્રયત્ન સતત સારૂ ક્રિકેટ રમવાનો છે. તેણે કહ્યું કે, જ્યાં સુધી મર્યાદાની અંદર હોય તો તેમાં કશું ખોટુ નથી. તેણે કહ્યું, બંન્ને ટીમોમાં જનૂન છે. બંન્ને ટીમો જીતવા ઈચ્છે છે. મેદાન પર આવી વસ્તુ થતી રહેતી હોય છે. જ્યાં સુધી લાઇન ક્રોસ ન કરવામાં આવે ત્યાં સુધી કોઈ સમસ્યા નથી. તેણે કહ્યું, મને લાગે છે કે, જે થયું તેને ટિમ પેન સારી રીતે સમજે છે. અમે કારણ વગર કોઈ વિવાદમાં ફસાવા માંગતા નથી. અમે અમારી ટીમનું સારી રીતે નેતૃત્વ કરવા ઈચ્છીએ છીએ.

Previous articleહવે સેકસી ઇશા ગુપ્તા ટોટલ ધમાલમાં ટુંકા રોલમાં રહેશે
Next articleટેસ્ટ ક્રિકેટ સૌથી ‘અઘરા’ પ્રકારની રમત : રાહુલ દ્રવિડ