મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

651

આજરોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી. પરમારની સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો ભાવનગર શહેરમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના પોલીસ હેડ કોન્સ. હિતેષભાઇ મેર ને મળેલ બાતમી આધારે નિલમબાગ પોલીસ સ્ટેશનના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી વિરેનપુરી ગુણવંતપુરી ગૌસ્વામી ઉ.વ.૩૨ રહેવાસી કાળીયાબીડ, રાધીકા કોમ્પલેક્ષ, રૂમનં-૨૦૮, વિરાણી સર્કલ પાસે ભાવનગર વાળાને વીરાણી સર્કલ પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

Previous articleમોબાઈલમાં ધમકી આપવાના ગુનામાં ફરાર કાળીયાબીડનો શખ્સ ઝડપાયો
Next articleભાવ. યુનિ.ની ઈસી બેઠકમાં વિવિધ કમિટીની રચના કરાઈ