એસઓજીના પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હેડ કોન્સ. હરેશભાઈ ઉલવા તથા નીતિનભાઈ ખટાણાને મળેલ બાતમી આધારે ભાવનગર-રાજકોટ રોડ, ગઢુલા ગામના બસ સ્ટેન્ડ પાસે બજરંગ પાન નામની દુકાનમાં રાખેલ ભારતીય વિદેશી દારૂની બોટલ નંગ-પપ તથા બિયર ટીન નંગ-૮ કુલ કિ.રૂા.૧૭,૩૦૦ના મુદ્દામાલ સાથે આરોપી કુલદિપસિંહ ઉર્ફે કે.કે. કિરીટસિંહ ગોહિલ ઉ.વ.૩૭ રહેવાસી ગામ ગઢુલા, તા.સિહોરવાળાને પકડી પાડી આરોપી સામે પ્રોહી. એક્ટ તળે કાયદેસર કાર્યવાહી કરી સોનગઢ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
















