પાકિસ્તાન ઑસ્ટ્રેલિયા સામે સતત ચોથી વન ડે હાર્યું

761

વન ડે મેચમાં કોઇ ટીમ ૩૦૦થી ઓછા રનનો પીછો કરવા ઉતરે અને તેના ૨ બેટ્‌સમેન સદી ફટકારે છતા પણ તેમની ટીમ હારે તેવું ઘણું ઓછું જોવા મળતુ હોય છે. પાકિસ્તાન સાથે પણ શુક્રવારનાં રોજ કંઇક આવુ થયું હતુ. પાકિસ્તાનનાં ૨ બેટ્‌સમેનોએ સદી ફટકારી હતી તેમ છતા તે ઑસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવેલા ૨૭૮ રનનાં ટાર્ગેટને પાર કરી શક્યું નહીં. આ સાથે પાકિસ્તાન ઑસ્ટ્રેલિયા સામે સતત ચોથી વન ડે હારી ગયું છે. બંને ટીમો વચ્ચે પાંચમી વન ડે રવિવારનાં રોજ રમાશે.

ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની વચ્ચે ૩ મેચોની વન ડે સીરીઝ યુએઈમાં રમાઇ રહી છે. ઑસ્ટ્રેલિયાએ શુક્રવારનાં રોજ સીરીઝમાં સતત ચોથી જીત મેળવી. તેણે પહેલી બેટિંગ કરતા ૭ વિકેટે ૨૭૭ રનનો સ્કોર બનાવ્યા. પિચ બેટિંગ માટે સરળ હતી. આવામાં લાગી રહ્યું હતુ કે પાકિસ્તાન આ લક્ષ્ય પાર કરી લેશે. પાકિસ્તાન તરફથી આબિદ અલીએ ૧૧૨ અને મોહમ્મદ રિઝવાને ૧૦૨ રન બનાવ્યા હતા. તેમ છતા પાકિસ્તાનની ટીમ લક્ષ્યથી ૬ વિકેટ દૂર રહી ગઇ હતી. જ્યારે મેચ પૂર્ણ થઇ ત્યારે બૉર્ડ પર તેનો સ્કૉર ૮ વિકેટે ૨૭૧ રન હતો. પાકિસ્તાન તરફથી આબિદ અને મોહમ્મદ રિઝવાન ઉપરાંત હૈરિસ સોહેલે ૨૫ રન બનાવ્યા હતા. આ સિવાય પાકિસ્તાનનો કોઇપણ બેટ્‌સમેન ઑસ્ટ્રેલિયા સામે ટકી શક્યો નહીં. ઑસ્ટ્રેલિયા તરફથી નાથન કુલ્ટર નાઇલે સૌથી વધારે ૩ વિકેટ ઝડપી હતી. માર્ક્સ સ્ટોઇનિસે ૨ અને રિચર્ડસન, નાથન લીયૉન તેમજ એડમ ઝમ્પાએ ૧-૧ વિકેટ ઝડપી હતી.

Previous articleસાઇના નેહવાલ પ્રથમ ક્વાર્ટરની કમાણીમાં બીજા સ્થાન પર
Next articleરોજર ફેડરર મિયામી ઓપનના ફાઇનલમાં પહોંચ્યો