એઆઇએબીએનાં સ્થાપનાં દિવસ નિમિત્તે આજે તા.૨૦ એપ્રિલે ભાવનગર યુનિટ દ્વારા અંકુર મંદબુદ્ધિવાળા બાળકોની વિશિષ્ટ શાળામાં ૧૮૦ વિદ્યાર્થીઓને તેમજ નંદકુંવરબા બાલાશ્રમ ખાતે ૫૦ બાળકોને સ્કુલ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત બેંક વર્કસ યુનિયનનાં પુનિતભાઇ ઓઝા સહિત હોદ્દેદારો જોડાયા હતા.
















