બાબરા સમસ્ત બ્રહ્મસમાજના આયોજન તળે તાલુકા મથકે ભગવાન પરશુરામજીની જન્મ જયંતિનું ધાર્મિ આયોજન કરવામાં આવ્યું હતું. બાબરા વેદમાતા ગાયત્રીના મંદિરે મહાપૂજા બાદ ભવ્ય શોભાયાત્રા નીકળી અને શહેરના મુખ્ય વિસ્તારોમાં વેશભૂષા સાથે ફરી હતી અને જલારામ મંદિર ખાતે વિરામ બાદ સમૂહ ભોજન પ્રસાદનું આયોજન થયું હતું. ભગવાન પરશુરામજીની શોભાયાત્રામાં બ્રહ્મસમાજના યુવાનો દ્વારા શિવજી સહિતના વિવિધ પાત્રો વેશભૂષા તરીકે ભજવી ભારે આકર્ષણ ઉભું કરેલ હતું.
















