સુરતની દુઃખદ ઘટના અંગે રાજ્ય સરકારના આદેશ અનુસાર રાજુલા નગરપાલિકા ચીફ ઓફિસરની સૂચના મુજબ દ્વારા કર્મચારી ટીમે ટ્યુશન ક્લાસીસ, હોટલો, સિનેમા ઘરો, રેસ્ટોરન્ટો, ગંદકી ફેલાવતી દૂકાનો પર ઘોષ બોલાવી કડક ચેકીંગ હાથ ધરી કાર્યવાહીની જનતામાં પ્રશંસા થયેલ છે.
રાજુલા શહેરમાં સુરતની ભયંકર દુર્ઘટનાથી રાજ્ય સરકારના આદેશથી ચીફ ઓફિસર નસીતની સૂચના અનુસાર નગર પાલિકા ટીમના કિરીટભાઇ પંડ્યા, દિપકભાઇ તલાટી, ચંપુભાઇ બસીયા, જયેશભાઇ, મનુભાઇ ધાખડા, સહિત કર્મચારીઓએ રાજુલા શહેરમાં ચાલતા ટ્યુશનના હાટડા, મોટી મોટી હોટલો, સિનેમાઘરો શહેરમાં ગંદકી ફેલાવતી અને આજુબાજુમાં માથુ ફાડી નાખે તેવી ગેર કાયદે ચાલતી દુકાનો ઉપર ઘોસ બોલાવી કડક હાથે સૌ પ્રથમ કાર્યવાહી હાથ ધરતા રાજુલાની એક લાખની જનતાએ હાશકારો અનુભવ્યો હતો. અને નગરપાલિકાના ચીફ ઓફિસર નસીત તેમજ કર્મચારીઓની પ્રશંસનીય કામગીરીને વખાણી હતી.
















