તા.૦૧-૦૬-૦૧૯ થી તા.૨૭-૦૬-૧૯ દરમ્યાન બુધનાં મિથુન રાશિનાં ભ્રમણનું રાશિવાર ફળદર્શન

806

સંવત ૨૦૭૫ અષાઢ સુદી ૧૩ શનિવાર તા.૦૧ જુન ૨૦૧૯ નાં રોજ બુધ પોતાનું વૃષભ રાશિનું ભ્રમણ પૂર્ણ કરીને મિથુન રાશિમાં (ક ૨૪ મિ. ૨૧ વાગે) પ્રવેશ કરી રહ્યો છે. તે જયેષ્ઠ માસનાં કૃષ્ણપક્ષની ૩ (તૃતિયા) ગુરૂવારે તા.૨૦-૦૬-૧૯ સુધી મિથુનમાં ભ્રમણ કરશે. તા.૨૦-૦૬-૧૯ નાં રોજ ક.૨૬-૩૧ વાગે બુધ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. બુધનું ટૂંકા ગાળાનું આ ભ્રમણ કઇ રાશિ ધરાવતી વ્યક્તિને શું અસર કરશે તેની સંક્ષિપ્તમાં ચર્ચા કરીએ.

૧. મેષ રાશિ (અ-લ-ઇ) : બુધનું ત્રીજા ભાવનું પરિભ્રમણ મેષ રાશિ ધરાવનાર વ્યક્તિઓને માટે પ્રતિકૂળતા જનક બની રહેશે. માતનાં સ્વાસ્થ્ય ઉપર માઠી અસર થાય. સ્વજનો સાથે નાની મોટી બાબતોમાં વિચારભેદ તથા વિવાદનું વાતાવરણ રહે. આ તબક્કા દરમ્યાન નિકટવર્તી તથા વિવાદનું વાતાવરણ રહે. આ તબક્કા દરમ્યાન નિકટવર્તી વર્તુળની વ્યક્તિઓ સાથે બોલાચાલી કે જીભાજોડીથી દૂર રહેવું.

૨. વૃષભ રાશિ (બ-વ-ઉ) : બુધનું ધન સ્થાનનું ભ્રમણ વૃષભ રાશઇ ધરાવનાર વર્ગને નોંધપાત્ર પ્રગતિ – ઉન્નતિની તથા આર્થિક લાભની ઉત્તમ તકોનું નિર્માણ કરનાર સાબિત થાય. કૌટુમ્બિક કાર્યમાં યશ મળે. વિઘ્ન સંતોષીઓ શત્રુઓ તથા પ્રતિસ્પર્ધીઓ ઉપર પોતાનું વર્ચસ્વ વધે.

૩. મિથુન રાશિ (ક-છ-ઘ) : બુધનાં ભ્રમણનો ટૂંકા ગાળાનો આ તબક્કો મિથુન રાશિ ધરાવનાર ભાઇ-બહેનો માટે અશાંતિજનક અને દુઃખદ બની રહેશે. નિકટવર્તી વર્તુળની વ્યક્તિઓની સાથે મન-દુઃખ બની રહેશે. નિકટવર્તી વર્તુળની વ્યક્તિઓની સાથે મન-દુઃખ અને ઝઘડા પણ થયા કરે. અવાર નવાર બોલાચાલી તથા માનહાનિનાં પ્રસંગો બને.

૪. કર્ક રાશિ (હ-ડ) : કર્ક રાશિ ધરાવનાર વર્ગને બુધનું બારમા સ્થાનનું પ્રતિકૂળતાજનક પરિભ્રમણ અશાંતિમય તથા વિઘ્નકર્તા બની રહેશે. ટૂંકાગાળાનું બુધનું આ ભ્રમણ નોકરી ધંધાનાં પોતાના કાર્યક્ષેત્રમાં કામકાજ તથા સંઘર્ષનો અહસાસ રહ્યા કરે. સ્વજનો સાથે મન-દુઃખ, મતભેદ તથા વિરોધ કરાવે.

૫. સિંહ રાશિ (મ-ટ) : બુધનું ટૂંકાગાળાનું મિથુન રાશિનું આ પરિભ્રમણ જેની સ્િૉંહ રાશી હોય તેમને ભાગ્યોદય તથા વિકાસની નવી તકોનો ઉદ્દભવ સૂચવે છે. પોતાનાં પ્રવૃત્તિનાં ક્ષેત્રમાં લાભની તક ઉપસ્થિત થાય. તંદુરસ્તી બગડી હશે તો તેમાં હવે સુધારો મહસુસ થાય.

૬. કન્યા રાશિ (પ-ઠ-ણ) : કન્યા રાશિ ધરાવતા ભાઇ-બહેનો માટે બુધનું દશમ કર્મ સ્થાનનું આ પરિભ્રમણ બધી રીતે સાનુકૂળતા તથા સુખમય પૂરવાર થાય. ઉન્નતિ, વિકાસ, સુખ, સંતોષ તથા આર્થિક લાભ સૂચવતા આ દિવસો કોઇ અગત્યનાં પારીવારિક કાર્યની સફળતા સૂચવે છે.

૭. તુલા રાશિ (ર-ત) : તુલા રાશિ ધરાવતા ભાઇ-બહેનો માટે બુધનું આ પરિભ્રમણ પીછેહઠ તથા પ્રતિકૂળતા સૂચવે છે. ધાર્યા કાર્યોમાં વિલંબ તથાત વિક્ષેપોનું સૂચન કરી રહેલા આ અશાંતિજનક દિવસો મહત્વપૂર્ણ કામકાજ તથા વિકાસમાં અવરોધો ઉપસ્થિત કરાવે. છેક સુધી હાથ આવેલ બાજી સરકી જતી લાગે.

૮. વૃશ્ચિક રાશિ (ન – ય) : બુધનો મિથુન પરિભ્રમણનો આ તબક્કો આપના માટે પ્રમાણમાં રાહત વાળો તથા શાંતિ સંતોષ જનક બની રહેશે. પોતાના વિકાસનાં માર્ગમાં અડચણ, અવરોધ દુર થતાં જાય. જન્મગ્રહોની અનુકૂળતા હશે તો અચાનક લાભનાં યોગ છે.

૯. ધન રાશિ (ભ-ધ-ફ-ઢ) : મિથુન રાશિનાં બુધનાં પરિભ્રમણોનો આ ગાળો કૌટુમ્બિક રીતે અસંતોષ તથા ક્લેશ સૂચવે છે. પોતાના નોકરી ધંધાના કાર્યક્ષેત્રમાં ધાર્યાલાભથી વંચિત રખાવે. ગુપ્ત વિઘ્નસંતોષીઓ તથા શત્રુઓ તરફથી ખટપટ તથા વિરોધનાં વાતાવરણનું સૂચન કરે છે.

૧૦. મકર રાશિ (ખ – જ) : બુધનાં છઠ્ઠા સ્થાનનાં પરિભ્રમણનાં મકર જાતકોનાં આ તબક્કા દરમ્યાન સાનુકૂળતા જનક તથા સુખદ પરિવર્તનો થાય. પોતાના ઉન્નતિ – પ્રગતિનાં માર્ગના અંતરાય – કષ્ટ – વિઘ્નો દૂર થાય. પોતે અગાઉ ભૂતકાળમાં કરેલા પરિશ્રમની સંતોષકારક ફળશ્રુતિ પ્રાપ્ત થાય.

૧૧. કુંભ રાશિ (ગ-શ-સ) : કુંભ રાશિ ધરાવતાં મિત્રો માટે બુધનું પાંચમાં સ્થાનનું આ ગોચર ભ્રમણ શુભ ગણી શકાય નહીં. સંતાનનાં અભ્યાસ બાબત યા તો તેની તબિયત બાબત ચિંતા રહે. વડિલ વર્ગને નાદુરસ્તી રહે. મહત્વનાં કાર્યોમાં અડચણો – ચિંતા – હતાશા તથા દ્વિધાનું વાતાવરણ ઉપસ્થિત થતાં આ તબક્કો અશાંતિમય તથા પ્રતિકૂળતાજનક બની રહે.

૧૨. મીન રાશિ (દ-ચ-ઝ-થ) : મીન રાશિ ધરાવતા ભાઇ-બહેનો માટે આ ભ્રમણ શુભ – પરિવર્તન સૂચન ગણાય. મહત્વનાં કાર્યોમાં આવી રહેલા વિઘ્નો  અંતરાય દૂર થતાં જાય. નોકરી ધંધાનાં કામકાજમાં રાહત – સંતાષનો અહસાસ થાય. ઘર, જમીન, વાહનની બાબતમાં કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થાય. માતા તરફથી લાભ થાય.

બુધનાં ભ્રમણની પ્રતિકૂળતાઓથી બચવા વિષ્ણુસહસ્ત્ર નામનાં સ્તોત્રનો પાઠ નિયમિત કરવો. જૈન મિત્રોએ તીર્થંકર શ્રી પાર્શ્વનાથજીનાં (લીલા રંગની માળાથી) મંત્રજપ કરવા.

મુંઝવતા અંગત પ્રશ્નોનાં સમાધાન માટે ફોન નં.૯૮૯૮૪૦૯૭૧૧ – ૯૪૨૮૩૯૬૩૩૬ ઉપર સંપર્ક કરી શકશો.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleતા.૦૩-૦૬-ર૦૧૯ થી ૦૯-૦૬-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક  રાશી ભવિષ્ય