બોટાદ જિલ્લાના ઢસા જંકશનની આર.જે.એચ.હાઈસ્કૂલની રાષ્ટ્રીય સેવા યોજના યુનિટ આયોજિત તા.૧૫/૮ ને ગુરુવારનાં રોજ ૭૩ મા સ્વાતંત્ર દિવસની ઉજવણી ને અનુલક્ષી આ હાઈસ્કૂલનાં હોલમાં સવારનાં ૮-૩૦ થી ૧-૩૦ કલાક સુધી ૪૯ મો રક્તદાન કેમ્પ યોજાશે. આ સ્કૂલનાં તમામ ૯૩૦ વિદ્યાર્થીઓને ૧-૧ વૃક્ષનો રોપ આપવામા આવશે.તેમજ રક્તદાતાઓને પણ ૧-૧ રોપ અને પોર્ટેબલ ફાયબરનો ચબૂતરો આપવામા આવશે. આ યુનીટે સૌ પ્રથમ રાજકોટ જિલ્લાના કાળાસર ખાતે તા. ૨૮-૨-૨૦૦૯ ના રોજ વાર્ષિક શિબિર નિમિતે રક્તદાન કેમ્પ યૉજેલ. અત્યાર સુધીના ૪૮ રક્તદાન કેમ્પમાં ૨૩૪૧ યુનિટ રક્ત એકત્ર થયેલ. ૪૯ માં કેમ્પમાં રક્તદાન કરવા આચાર્ય ડો.જી.બી.હેરમા અને સ્કૂલ પરિવારે અપીલ કરી છે. તસ્વીર અહેવાલ અતુલ શુક્લ દામનગર.
















