સિદસર રોડ પાસેથી રૂા.૧.૭૯ લાખની બનાવટી નોટ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

971

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકની સુચના અને માર્ગદર્શન હેઠળ આર.આર.સેલ ના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર  તથા પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ.વી.એલ.પરમાર સાહેબ તથા સ્ટાફે સફળ ઓપરેશન કરી રૂપિયા ૧,૭૯,૫૦૦/- ની ૨૦૦૦ તથા ૫૦૦ ના દરની ભારતીય ચલણી બનાવટી નોટો સાથે સીદસર રોડ, હોટલ આરાધના નજીક, શિવશકિત લકિક એવન્યુ પાસેથી ત્રણ ઇસમોને ઝડપી પાડેલ છે.

આ બનાવની વિગત એવી છે કે, મોડી રાત્રે ભાવનગર આર.આર.સેલના સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે આર.આર.સેલ તથા પેરોલ ફર્લો સ્કોર્ડના અધિકારીઓ તથા સ્ટાફે સફળ ઓપરેશન કરેલે જેમા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, આરોપી (૧) વિજય હસંગીરી ગૌસ્વામી (૨) મેહુલ રમેશભાઇ વાણંદ (૩) કિશોર મેઘજીભાઇ પટેલ રહે.ત્રણેય ભાવનગર વાળાઓ સીદસર રોડ, હોટલ આરાધનાથી આગળ શિવશકિત લકિક એવન્યુ બીલ્ડીંગ પાસેના ખાંચા પાસે ડુપ્લીકેટ નોટોનો વહીવટ કરવા ભેગા થયેલ છે. જે બાતમી આધારે આરોપીઓ વિજયગીરી હસંગીરી ગૌસ્વામી/બાવાજી ઉ.વ.૨૫ રહેવાસી-શિક્ષક સોસાયટી, મફતનગર માલધારી સોસાયટીની સામે, ભરતનગર ભાવનગર, મેહુલભાઇ રમેશભાઇ હીરાણી/વાણંદ ઉ.વ.૨૧ રહેવાસી-પ્લોટનં-૬૯, વાણંદ સોસાયટી, કૈલાસ આશ્રમ,  સામે સીદસર રોડ, ભાવનગર, કિશોરભાઇ મેઘજીભાઇ ઇટાલીયા/પટેલ ઉ.વ.૪૨ રહેવાસી-પ્લોટનં-બી/૨૫૮૫, અક્ષરધામ સોસાયટી- ૧, ભાવનગર મુળગામ-નાગધણીંબા તા.જી.ભાવનગર વાળાને ઝડપી પાડેલ ત્રણેય આરોપીઓ પાસેથી  બનાવટી ભારતીય ચલણી નોટો રૂપિયા ૧,૭૯,૫૦૦/- ની ઝડપી પાડેલ જેમા રૂપિયા ૨૦૦૦ ના દરની નોટ નંગ-૪૦ તથા રૂપિયા ૫૦૦ ના દરની નોટ નંગ-૧૯૯ છે. તેમજ આરોપી પાસેથી મોટર સાયકલ તથા મોબાઇલ ફોન તથા રોકડ રૂપિયા સહિત ૩૭,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ જેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી વહેલી સવારે ભરતનગર પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો .

Previous articleધર્મરાજ સોસાયટી પાસે રૂ.૭૫ લાખના ખર્ચે થનારા ગાર્ડન ડેવલોપમેન્ટના કામનું ખાતમુહૂર્ત
Next articleબંદર રોડ વિસ્તારના અંધારા ઉલેચાયા, રૂપિયા ૮૬ લાખના ખર્ચે બનેલા ૧૦ હાઇ માસ્ટ ટાવરનું લોકાર્પણ