પાટણ જિલ્લા નો નવ વર્ષ ઓઇલ ચોરી નો આરોપી ઝડપી લેતી ભાવનગર આર આર સેલ

490

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.એલ.પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે પાટણ જીલ્લાના ચાણસ્મા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૧૬૩/૨૦૧૦ ઇ.પી.કો. કલમ ૩૭૯, ૧૪૪, ૪૪૧ વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી અલ્તાફભાઇ યુનુસભાઇ સુમરા ઉ.વ.૩૪ રહેવાસી- ગુલુભાઇ ભુરાણીની વાડીની સામે, મજદુર સોસાયટી, તળાજા જી.ભાવનગર વાળાને તેના ઘર પાસેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તળાજા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.એલ.પરમાર સાહેબની સુચનાથી સ્ટાફના એ.એસ.આઇ. પ્રદીપસિંહ સરવૈયા તથા હેડકોન્સ. બાબાભાઇ હરકટ તથા ત્રિભોવનભાઇ સોલંકી તથા પો.કોન્સ. એઝાઝખાન પઠાણ વિગેરે જોડાયા હતા.

Previous articleરિતિક રોશન હવે સંજય લીલા ભણશાલીની ફિલ્મમાં દેખાશે
Next articleગાંધી સંકલ્પ યાત્રા માં નંદકુવરબા મહીલા કોલેજ ની વિદ્યાર્થીનીઓ જોડાઈ