પશ્ચિમ રેલ્વે, ભાવનગર ડિવિઝન દ્વારા નાગરિક સંરક્ષણ સંગઠન દિવસ ૬ ડિસેમ્બરે ની ઉજવણી માટે નાગરિક સુરક્ષા સંગઠનના સ્વયંસેવકો દ્વારા ૦૨/૧૨/૨૦૨૦ ના રોજ બચાવ કામગીરી નુ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. આ પ્રદર્શનમાં, મંડળ કચેરીના બિલ્ડિંગ માં આગમાં ફસાયેલા લોકોને ખુરશીની નોટ(ચેર નોટ) દ્વારા કેવી રીતે બચાવવા તે દર્શાવવામાં આવ્યું હતું. જ્યારે નીચે લાવવાનાં બીજા કોઈ ઉપાય ન હોય, જેમ કે સ્ટ્રેચર, સીડીથી નીચે આવવું આગને કારણે શક્ય નથી, ખુરશીની નોટ દ્વારા બચાવવા માટેનું પ્રદર્શન ત્રણ ટીમ માં સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું, એક ડમીને નીચે સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા હતો.સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર શ્રી અજીતસિંહ ચૌહાણની આગેવાની હેઠળ ભાવનગર વિભાગની નાગરિક સુરક્ષા સંગઠન ના ઇન્ચાર્જ શ્રી સારંગ વિલાસરાવ ખંદારે દ્વારા પ્રદર્શન દરેકને રજૂ કરાયું હતું.
















