ભારતનો પૂર્વ ક્રિકેટર ઝહિર ખાને પત્નિ સાથે ઝારખંડમાં માતાજીના દર્શન કર્યા

303

(જી.એન.એસ.)રાંચી,તા.૧૦
ભારતીયી ટીમના પૂર્વ ફાસ્ટ બૉલર ઝહીર ખાન અને તેની પત્ની અભિનેત્રી સાગરિકા ઘાટગેએ ઝારખંડના રજરપ્પા સ્થિત માં છિન્નમસ્તિકે મંદિરમાં જઇને પૂજા અર્ચના કરી હતી. આ દરમિયાન પુજારી પણ મંદિરમાં હાજર હતા. સાગરિકા અને ઝહીર ખાન આ સમયે એકદમ ખુશ દેખાઇ રહ્યાં હતા. સાથે જ કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે મોઢા પર માસ્ક પણ પહેરેલુ છે.
સોશ્યલ મીડિયા પર સાગરિકા અને ઝહીર ખાનની જોડીની ખુબ પ્રસંશા થઇ રહી છે. ઝહીર ખાન અને સાગરિકા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને બન્ને સાથે મળીને પોતાની લાઇફ એન્જૉય કરી રહ્યાં છે. નોંધનીય છે કે ઇન્ટરનેશનલ ક્રિકેટર છોડ્યા બાદ ઝહીર ખાન હવે ક્રિકેટની કૉમન્ટ્રી કરતો દેખાય છે. સાથે જ તે આઇપીએલમાં ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સ સાથે જોડાયેલો છે. ઝહીર ખાન અને સાગરિકા ઘાટગેનુ લગ્ન વર્ષ ૨૦૧૭માં થયુ હતુ. આ પહેલા સાગરિકા ઘાટગે બૉલીવુડ ફિલ્મોમાં એક્ટિંગ કરતી હતી. સાગરિકાને ચક દે ઇન્ડિયા ફિલ્મમાં હૉકી પ્લેયરની ભૂમિકા મળી અને આ કારણે તે રાતોરાત સ્ટાર બની ગઇ હતી.
આ ફિલ્મમાં બૉલીવુડ સ્ટાર શાહરૂખ ખાન પણ હતો

Previous articleઅર્શી ખાને મુંબઈમાં સપનાનું ઘર ખરીદ્યું, ફેન્સને બતાવ્યું
Next articleમહુવામાં હોમગાર્ડ યુનિટના જવાનો દ્વારા હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પાર પાડ્યું