ભાવનગર જિલ્લાના સિહોર ખાતે સિહોર-ભાવનગર રોડ પર સેન્ટ્રલ બેંક પાસે ટ્રેકટર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ સિહોર-ભાવનગર રોડ પર સેન્ટ્રલ બેંક પાસે બપોરે એક ટ્રેકટર અને બાઈક ચાલક નું અકસ્માત થયો હતો, જે ટ્રેકટર નંબર ય્ત્ન-૦૪-૮૬૧૩ તથા બાઈક નંબર ય્ત્ન-૦૪- ઝ્રન્-૫૧૦૮, આ ટ્રેકટર નગરપાલિકાનું હોઈ તેવું ચર્ચાઈ રહ્યું છે, જેમાં બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું, આ અકસ્માતમાં બાઈક ચાલક સિહોરના કુંજ ગલીમાં રહેતો દિપક સોલંકીનું મોત નીપજ્યું હતું. આ ઘટના ની જાણ પોલીસ ને થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પી.એમ. અર્થે લાશ ને હોસ્પિટલ ખેસડવામાં આવી હતી.