અફઘાની ફૂટબોલરનું કાબુલ એરપોર્ટ પર મોત

135

કાબુલ, તા.૨૦
તાલીબાનોથી બચવા માટે અફઘાનિસ્તાન છોડવા માટે બેબાકફ્રા બનેલા લોકો અમેરિકા જતી ફ્લાઈટની ઉપર ચઢી ગયા હતા. વિમાનની ઉડાન બાદ કેટલાક લોકો ઊંચેથી પટકાયા હોવાનો શ્વાસ અધ્ધર કરી દે તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ બન્યો હતો. હવે મીડિયા રિપોર્ટ જણાવે છે કે, અમેરિકા જતાં વિમાનમાંથી જમીન પર પટકાઈને કરૃણ મોતને ભેટેલા લોકોમાં અફઘાનનો યુવા ફૂટબોલર ઝાકી અનવારી પણ સામેલ હતો.અફઘાન ન્યૂઝ એજન્સીએ જણાવ્યું છે કે, અફઘાનિસ્તાનનો રાષ્ટ્રીય ફૂટબોલર ઝાકી અનવારી અમેરિકાના એર ક્રાફ્ટ બોઈંગ સી-૧૭માંથી પડી ગયો હતો અને કાબુલ એરપોર્ટ પર તેનું કરૃણ મોત નીપજ્યું હતુ.

Previous articleસુરતમાં નાના બાળકના મોત બાદ તેની આંખનું દાન કરવામાં આવ્યું
Next articleમંત્રી માંડવિયાની જન આશિર્વાદ યાત્રાનું શહેર-જિલ્લામાં ભવ્ય સ્વાગત