દબંગ-૩માં સની લિયોની આઈટમ સોન્ગ કરશે

0
1039

ગુગલમાં સૌથી વધારે સર્ચ કરવામાં આવતી અભિનેત્રી સેક્સી સ્ટાર સની લિયોનને હવે દબંગ-૩ ફિલ્મ માટે લેવામાં આવી છે. તેની દબંગ-૩ માટે પસંદગી કરવામાં આવતા હાલમાં ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવી ગયો છે. દબંગ સિરિઝની બે ફિલ્મો પહેલા રજૂ કરવામાં આવી ચુકી છે. આ બંને ફિલ્મો સુપરહિટ સાબિત થઇ હતી. હવે ત્રીજા ભાગ પર કામ શરૂ કરવામાં આવ્યુ છે. ભારત ફિલ્મ પર કામ પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ ફિલ્મનુ શુટિંગ કરવામાં આવનાર છે. સન લિયોન હાલમાં ટીવી શોમાં પણ કામ કરી રહી છે. અરબાઝ ખાને પોતે આ અંગેની જાહેરાત કરી છે. તેરા ઇન્તઝાર ફિલ્મમાં સની લિયોનની સાથે કામ કર્યા બાદ અરબાજ તેન કુશળતાથી ખુબ પ્રભાવિત થયો હતો. તે હાલમાં કેટલાક નવા પ્રોજેક્ટને લઇને પણ વ્યસ્ત બનેલો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here