શામપરા પ્રાથમિક શાળા ખાતે ચતુર્થ તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

0
1044

મહિલા અને બાળકલ્યાણ, શિક્ષણ (પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ ) અને યાત્રાધામના રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેન દવેની ઉપસ્થિતીમાં તા. ૩૦/૮/૨૦૧૮ના રોજ ભાવનગર જિલ્લાના શામપરા પ્રાથમિક શાળા ખાતે ચતુર્થ તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.

આ સેવા સેતુ કાર્યક્રમને ખુલ્લો મુક્તા મંત્રી વિભાવરીબેન દવેએ કહ્યુ હતુ કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમત્રી વિજયભાઇ રૂપાણીની પારદર્શક વહીવટ કરવાની સુઝબુજના પરિણામે ચોથા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમ દ્વારા માલણકા, રામપર, ભુંભલી, સુરકા, શામપરા(સી), ભુતેશ્વર, શેઢાવદર આમ ૭ ગામના લોકોને ઘેર બેઢા સરકારી સેવાઓનો લાભ મળી રહ્યો છે. લોકોને તાલુકા મથકે ધક્કા ખાવામાંથી મુક્તિ મળી છે. લોકોના ઘર આંગણે સમસ્યાઓનો ઉકેલ આવે તેવા શુભ આશયથી સેવાસેતુ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ત્યારે લોકોએ પણ બહોળી સંખ્યામાં આ પ્રકારની સેવાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

પ્રાંત અધિકારી મીયાણીએ આ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યુ હતું કે, ચોથા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમમાં ૭ (સાત) ગામોના લોકોને અહીં સ્થળ પર જ વિવિધ સરકારી યોજાનાઓનો લાભ મળશે જેવી કે આધારકાર્ડ, લાઇટ કનેકશન, ગેસ કનેકશન, રેશનકાર્ડ, જાતિ, નોન ક્રિમીલેયર, ડોમીસાઇલ, સીનીયર સીટીઝન પ્રમાણપત્રો, વિધવા, વૃધ્ધ, નિરાધાર સહાય, પાક ધિરાણ, ઝીરો બેલેન્સથી જનધન યોજનાના ખાતા ખોલવા, પ્રધાનમંત્રી વિમા સુરક્ષા યોજના, અટલ પેન્શન યોજના, કુવરબાઇનુ મામેરૂ યોજના, મુખ્યમંત્રી અમૃતમ મા યોજના બી પી અને ડાયાબીટીસની ચકાસણી, સહિતની અનેક પ્રકારની સરકારી યોજનાઓ સ્થળ ઉપર ઉપલ્બધ થશે.  આ કાર્યક્રમમાં લોકોના પ્રશ્નો પ્રત્યે ત્વરીત નિરાકરણ લાવવા અધિકારીઓને મંત્રીએ સુચના આપી હતી અને ઉજવલા યોજનાના લાભાર્થીઓને ગેસ કનેકશન મંત્રીના હસ્તે વિતરીત કરાયુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here