લાયન્સ ક્લબ ઓફ ભાવનગર સીટીના સહયોગથી ફ્રી કાનની બહેરાશ તપાસ કેમ્પ યોજાયો

77

સ્ક્રીનીંગ કેમ્પ મા ૧૬૦ વ્યક્તિએ લાભ લીધો હતો
વંદન સ્પીચ શ્ હિયરિંગ ક્લિનિક દ્વારા લાયન્સ ક્લબ ઓફ ભાવનગર સીટી ના સહયોગથી ફ્રી કાનની બહેરાશ તપાસ કેમ્પ ડાયમંડ ચોક ખાતે આવેલ લાયન્સ મેડિકલ સેન્ટર ખાતે યોજાયો હતો.ભાવનગર શહેરના ડાયમંડ ચોક વિસ્તારમાં આવેલ લાઈફ મેડિકલ સેન્ટર ખાતે વંદન સ્પીચ શ્ હિયરિંગ ક્લિનિક દ્વારા લાયન્સ ક્લબ ઓફ ભાવનગર(સીટી) ના સહયોગથી શ્રુતિ કાર્યક્રમ અંતર્ગત આજરોજ ફ્રી કાનની બહેરાશ માટે તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કેમ્પ તા.૨૦ ફેબ્રુઆરીને રવિવાર ના રોજ સવારે ૯ થી ૧ આ કેમ્પ માં કાનના ટીપા ને એક્સરે સાથે નિદાનમાં ૧૬૦ લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો, ઓડિયોલોજીસ્ટ તરીકે ડો.રાજીવભાઈ સેવા આપી હતી જ્યારે કાન ના પ્રશ્નો માટે નિલોફરબેનએ માર્ગદર્શન આપ્યું હતું,આ કેમ્પમાં ડો.રાજવીરભાઈ, ધર્મેશભાઈ, લાયન મહેશ દવે, લાયન અલ્પેશ પટેલ, લાયન દિલીપ ત્રિવેદી તથા લાયન્સ ક્લબ ઓફ ભાવનગર(સીટી) ના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી,

Previous articleરાજ્ય કક્ષાની ચિત્રકલા વર્કશોપમાં ભાવનગર જિલ્લાના ૩ શિક્ષકોએ ભાગ લીધો હતો
Next articleપાલિતાણામાં પ્રથમ તિર્થંકરના કેવળજ્ઞાન કલ્યાણકની ઉજવણી થશે