ફોટોગ્રાફર્સ, મલાઈકાના ઘરની બહાર ઉભા રહેવાનું બંધ કરોઃ અર્જુન કપૂર

0
728

અર્જુન કપુર અને મલાઈકા અરોરા ખાનનું નામ છેલ્લા ઘણા સમયથી એકસાથે જોડવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી બંન્ને સતત સાથે જ દેખાઈ રહ્યાં છે. ત્યાં સુધી કે જ્યારે પણ અર્જુન કપુર કોઈ જાહેર ઈવેંટમાં હાજરી આપવા પહોંચે છે ત્યારે ત્યારે મલાઈકા તેની સાથે જ હોય છે. બંને ટૂંક સમયમાં જ લગ્નની ગ્રંથીથી જોડાય તેવા પણ અહેવાલ છે.

બંનેના પ્રણય ફાગની ચારેકોર છે ચર્ચા છે. માધ્યમોમાં તો ખાસ આ વાતને લઈને ગણગણાટ છે. આ મામલે અર્જુન કપુરે સમાચાર ફોટોગ્રાફર્સને સલાહ આપતા કહ્યું છે કે, તેઓ મલાઈકાના ઘરની બહાર ઉભા રહેવાનું બંધ કરે.

અહેવાલ અનુસાર અર્જુન કપુરના પીઆરએ આ વાતની સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, હા, અર્જુને ફોટોગ્રાફર્સને વિનંતી કરી છે કે, આમ કરવાથી બિલ્ડિંગના બાકીના રહેવાસીઓને સમસ્યાનો સામનો કરવો પડે છે. તેમણે ખુશી સાથે અર્જુનની વાત માની પણ લીધી છે.

ફોટોગ્રાફર્સ રાત આખી મલાઈકાના ઘરની બહાર ઉભા રહેતા હતા. આ મામલે અર્જુને કહ્યું હતું કે, બહાર નિકળતા જ ફોટા પાડવા સુધી તો ઠીક છે, પણ રાત આખી કોઈના ઘરની બહાર ઉભા રહેવુ અયોગ્ય બાબત છે. અર્જુને કહ્યું હતું કે, ફોટોગ્રાફર્સ પ્લીઝ કલાકારોના ઘરોથી દૂર રહે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here