દોસ્તાના-૨ ફિલ્મમાં સિદ્ધાર્થ, જાન્હવીને લઇને હજુ સસ્પેન્સ

0
303

કરણ જોહરની ફિલ્મ દોસ્તાના-૨ ફિલ્મને લઇને છેલ્લા કેટલાક સમયથી અહેવાલ આવી રહ્યા હતા. હવે ફરી નવેસરના હેવાલ આવ્યા છે. જેમાં કહેવામાં આવી રહ્યુ છે કે દોસ્તાના-૨ ફિલ્મમાં સિદ્ધાર્થ મલહોત્રાની સાથે જાન્હવી કપુરને લેવામાં આવ્યા છે. જો કે આને લઇને કરણ જોહરે કોઇ સ્પષ્ટતા ન કરતા ચર્ચાઓરહી છે. વર્ષ ૨૦૦૮માં દોસ્તાના ફિલ્મ આવી હતી. જેમાં અભિષેક બચ્ચન અને જહોન અબ્રાહમ અને પ્રિયંકા ચોપડાની  ભૂમિકા હતી. હવે આશરે ૧૨ વર્ષના લાંબા ગાળા બાદ ફિલ્મની સિક્વલ ફિલ્મ પર કામ શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં સિદ્ધાર્થ અને જાન્હવી કપુરને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ધર્મા પ્રોડક્શનના સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે કરણ જોહરે હમેંસા દોસ્તાના બે બનાવવાની તૈયારી કરી હતી. કારણ કે પ્રથમ ફિલ્મનો સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે નવી ફિલ્મને લઇને પટકથા તૈયાર છે. ફિલ્મના અન્ય હિરો તરીકે કોણ રહેશે તે અંગે હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી. તમામ પ્રકારની અટકળો વચ્ચે હવે કરણ જોહરે કહ્યુ છે કે મિડિયામાં આવેલા તમામ હેવાલ ખોટા છે. હજુ સુધી કાસ્ટ અંગે કોઇ પણ નિર્ણય કરવામાં આવ્યો નથી.  કરણ જોહરે કહ્યુ છે કે જે પણ અંદાજ મુકવામાં આવી રહ્યા છે. તે ખોટા છે. કરણ જોહરે સ્પષ્ટતા કર્યા બાદ ચાહકોને હજુ દોસ્તાના-૨ ફિલ્મ માટે લાંબા સમય સુધી રાહ જોવાની ફરજ પડી શકે છે. જાન્હવી કપુરે બોલિવુડમાં એન્ટ્રી કરી લીધી છે. તેની પ્રથમ ફિલ્મ ધડકને કોઇ નોંધપાત્ર સફળતા મળી નથી પરંતુ તે કુશળ અભિનેત્રી તરીકે ઉભરી રહી છે. તેની એક્ટિંગ કુશળતાની તમામ દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. સિદ્ધાર્થ ફ્લોપ સાબિત થઇ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here