સૈફ અલી ખાનની ‘લાલ કપ્તાન’ ૧૧ ઓક્ટોબરે રિલીઝ થશે

0
180

સૈફ અલી ખાનની ફિલ્મ ‘લાલ કપ્તાન’ નાગા સાધુઓ પર આધારિત છે. આ ફિલ્મ ૧૧ ઓક્ટોબર, દશેરાના દિવસે રિલીઝ થશે પહેલાં ચર્ચા હતી કે આ ફિલ્મ ૬ સપ્ટેમ્બરે રિલિઝ થશે. જોકે, હવે આ ફિલ્મ ૧૧ ઓક્ટોબરે રિલીઝ થશે, તેવી જાહેરાત ફિલ્મના પ્રોડ્યૂસર આનંદ એલ રાયે કરી છે. આ જ દિવસે પ્રિયંકા ચોપરાની ‘ધ સ્કાય ઈઝ પિંક’ રિલીઝ થઈ રહી છે.

ડિરેક્ટર નવદિપ સિંહની ‘લાલ કપ્તાન’નું ટીઝર હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં સૈફ અલી ખાનનો અલગ જ લુક જોવા મળ્યો હતો. આ ટીઝરને ચાહકો તરફથી પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. આ ફિલ્મમાં બે ભાઈઓના ઝઘડાં તથા બદલાની વાત કરવામાં આવી છે. આ ફિલ્મનું શૂટિંગ સૈફ અલી ખાને ઘણાં સમય પહેલાં જ પૂરું કરી લીધું છે.

૧૧ ઓક્ટોબરના રોજ પ્રિયંકા ચોપરાની ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિંક’ પણ રિલીઝ થવાની છે. આ ફિલ્મને સિદ્ધાર્થ કપૂર રોયે પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષે પૂરું થયું હતું. શોનાલી બોસે આ ફિલ્મે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મની રિલીઝ ડેટ બહુ પહેલેથી જ નક્કી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here