દશેરા નિમિત્તે ભાવાનગરવાસીઓએ જલેબી, ચોળાફળીની જયાફત માણી ભાવનગર

0
67

આજે દશેરા નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી મિઠાઈ અને ફરસાણની દુકાને ભારે ઘરાકી જોવા મળી હતી અને વિવિધ જાતની મિઠાઈઓ અને જલેબી અને ચોળાફળીનું ધુમ વેચાણ થયુ હતું. આજના દિવસે રામે રાવણનો વધ કર્યો હોવાથી આ દિવસે વિજયા દશમી તરીકે ઉજવવામાં આવે છે અને લોકો મિઠુ મોઢુ કરી ઉજવણી કરે છે. ત્યારે શહેરના મિઠાઈ અને ફરસાણની દુકાનોમાં જલેબી ચોળાફળી અને મિઠાઈઓનું ધુમ વેચાણ થયુ હતું. મિઠાઈન વેપારીઓ દ્વારા અગાઉથી જ દુકાન બહાર મંડપો નાખી જબેલી અને ચોળાફળી બનાવવાની કામગીરી કરાઈ હતી. આજે લાખ્ખો રૂપીયાની મિઠાઈ ભાવેણાવાસીઓ આરોગી ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here