જન્મદિવસ ગિફ્ટમાં મળ્યો પોતાના વિચારોને સાબિત કરવાનો સમય:- ધ્રુવ કાકડીયા

2156

ધ્રુવ કાકડીયા એક એવું નામ જેમના પિતા પ્રવીણભાઈ કાકડીયાનું નામ ડાયમંડ જવેલર્સ ફિલ્ડમાં ખૂબ જાણીતું છે
પરંતુ ધ્રુવ શરૂઆતથી જ પિતાના બિઝનેસથી કોઈક અલગ કરવા માંગતો હતો અને અત્યારે બોલિવૂડની અદાકાર અભિનેત્રી કાજલ અગ્રવાલ તેમની બ્રાન્ડની બ્રાન્ડ એમ્બેસેડર છે અને તે આજે એક સફળતાના શિખરો પર ખૂબ સરાહના બટોરે છે હાલમાં તેમની સાથે થયેલ ઇન્ટરવ્યૂ દરમ્યાન વાતચીતના મુખ્ય અંશ પેશ:-

ફેશન ફિલ્ડમાં આવવાનો વિચાર ક્યારે આવ્યો?
અમારા ફેમિલીમાં ડાયમંડ અને જવેલરીનો બિઝનેસ છે શરૂઆતમાં પપ્પાની ઓફિસમાં રહીને તેમના બિઝનેસ કામમાં સમય કાઢ્યો,મેઈન ટાર્ગેટ જવેલરીમાં હતો,એક દિવસ ઓફિસમાં બેસીને વિચાર કરતો હતો ત્યારે પપ્પાએ મને કહ્યું ક્યાં ખોવાય ગયો છે,ત્યારે વાત વાતમાં મેં તેમને મારા ફિલ્ડ વિશે જણાવી દીધું કે કે મારે ફેશન રિલેટેડ કઈક કરવું છે ત્યારે તેમને કીધું કે જ્વલેરી છે એ પણ ફેશન જ છે,મારા જન્મદિવસ આવતો હતો એટલે મેં તેમને વધારે કઈ કહ્યું નહિ જ્યારે મારો જન્મદિવસ આવ્યો ત્યારે પપ્પાએ કહ્યું કે તારે ગિફ્ટમાં શુ જોયે છે ત્યારે મેં તેમને કીધું કે મારે ગિફ્ટમાં પાંચ મહિના માગ્યા કે મને પાંચ મહિનાનો સમય આપો હું જે કરવા માગું છું એ તમારા સુધી લેવા માંગુ છું,ટૂંકમાં કહું તો મેં આ ફિલ્ડમાં આવ્યા પહલે મેં મારા ફેમિલી મેમ્બર્સને માનવવા પડ્યા હતા અને તેમને ભરોસો અપાવ્યા બાદ મને આ ફિલ્ડમાં આવવાનો મોકો મળ્યો! કોઈપણ બ્રાન્ડને હાઈલાઈટ કરવા માટે બ્રાન્ડ એમ્બેસેડર દ્વારા કરવામાં આવે છે, કાજલ અગ્રવાલ તમારી બ્રાન્ડને પ્રમોટ કરે છે તો તમારા હિસાબે બ્રાન્ડ એમ્બેસેડરનો મુખ્ય ઉદ્દેશ શુ હોવો જોઈએ?
મારી સામે એ વસ્તુ આવી છે કે આ ફિલ્ડમાં ગારમેટ ફેબ્રિક કપડું જે છે એ આ ફિલ્ડમાં પ્લાસ્ટિકએ પોલિસ્ટિકના રૂપમાં ખુબ ઉપયોગ થાય છે ત્યારે અમે તેમને ઓર્ગેનિક ફેશન તરીકે લઈ જવું હતું,તેમાં સેવ ઇનવાઇરમેન્ટ કરવું છે પોલિસ્ટિકથી પ્લાસ્ટિક કરવું છે એટલે અમે ઓર્ગેનિક ફેશનનો વિચાર કર્યો,પછી મારો મેઈન ટાર્ગેટ ઓર્ગેનિક ફેશનને પ્રોમોટ કરવું અને બધા લોકોને જગૃત કરવા,આજે બ્રાન્ડ એમ્બેસેડર જે સેલિબ્રિટી આ વસ્તુને અપનાવે છે તો બીજા ઘણા લોકો સુધી આ વસ્તુને ઓર્ગેનિક ફેશનને પહોંચાડી શકે,મારા માટે બ્રાન્ડ એમ્બેસેડરનો મુખ્ય ઉદ્દેશ એ છે કે અવેરનેસ લોકો સુધી બ્રાન્ડ પહોંચે અને લોકો જાગૃત થાય!તમારી બ્રાન્ડ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કાજલ અગ્રવાલ ફિટ બેસવાનું કોઈ કારણ?
મેન્ડે ટુ ફરાઈડે ફેશન લાવ્યા છે તેમાં તેમની પર્સનાલિટી મેચ થાય છે અને તે વધારે આ બ્રાન્ડને કેરી શકે એટલે કાજલ અગ્રવાલને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે લીધા છે!

દિનેશ ઝાલા

Previous articleભારતમાં કોરોના કેસો વધીને ૭૩ થયા: ૧૨થી વધુ રાજ્યો સકંજામાં
Next articleગુજરાતમાં કોરોનાને ધ્યાનમાં લઇ બે સપ્તાહ માટે સ્કુલ અને મોલ બંધ