ભાવનગર રેલવે ડિવિજનનાં કેમ્પસમાં પ્રવેશબંધી R.P.F. નાં જવાનો તૈનાત

2649

દિવ્યાંગોને કન્સેશન પાસ માટે કચેરીમાં રૂબરૂ આવવા પર પ્રતિબંધ
કોરોના વાયરસના પ્રસરતો અટકાવવા રેલવે તંત્ર કડક પગલાઓ લઇ રહયું છે. ભાવનગર રેલવે ડિવિજનના પરિસરમાં આવશ્યક કામ સિવાય આવવા પર રોક લગાવવાના હેતુથી પરિસરમાં આવેલા જુદા જુદા વિભાગોના કાર્યાલયોની બહાર આરપીએફના જવાનો તેનાત કરી દેવામાં આવ્યા હોવાનુ રેલવે અધિકારીઓએ જણાંવ્યું હતુ.
ભાવનગર રેલવે ડિવિજનની કચેરીમાં અનેક લોકો આવતા-જતા હોય છે. આ ઉપરાંત જુદા-જુદા રેલવેને લગતા કામો માટે મોટી સંખ્યામાં લોકો કેમ્પસમાં આવેલી કચેરીઓની મુલાકાત લેતા હોય છે. કોરોનાને લઇને હાલ ઉભી થયેલી પરિસ્થિતિમાં બીન જરૂરી લોકો ડી.આર.એમ. કચેરીના પરિસરમાં ન આવે એ હેતુથી વિભાગોના કાર્યાલયોની બહાર આરપીએફના જવાનો તેનાત કરી દેવામાં આવ્યા છે. રેલવેનાં કર્મચારીઓ સિવાયની વ્યક્તિઓને ઇમરજન્સી કામ સિવાય કચેરીમાં પ્રવેશ આપવામાં નહી આવે.
ભાવનગર રેલવે તંત્રએ એક મહત્વનો નિર્ણય એ કર્યો હતો છે કે દિવ્યાંગોએ તેમના કન્સેશન પાસની કામગીરી માટે ડીઆરએમ કચેરીએ રૂબરૂ આવવા પર પ્રતિબંધ મુકી દીધો છે. પાસના રિન્યુ કે નવા કઢાવવાની કામગીરી ચાલુ છે પણ તે માટેના દસ્તાવેજો પોસ્ટ મારફત ડીઆરએમ કચેરીને મોકલી આપવાના રહેશે. જેના એડ્રેસ નીચે મુજબ છેઃ- ડિવીજનલ કોમર્શિયલ મેનેજર‚ ડી.આર.એમ. ઓફિસ‚ વાણિજ્ય શાખા‚ ભાવનગર પરા‚ પીનકોડ-364003. ભાવનગર રેલવે ડિવિજનમાં આશરે 6463 દિવ્યાંગો માટે કન્સેશન પાસ રિલીજ કરવામાં આવ્યા છે અને આ માટે રોજ દિવ્યાંગો અને તેમની સાથે સંબંધીઓ આ કામગીરી માટે આવતા હોય છે. ભાવનગર સિવિલ હોસ્પિટલમાં સર્ટિફિકેટની કામગીરી પુરી કરી મોટાભાગના દીવ્યાંગો ડિવિજનલ કચેરીએ આવતા હોય છે. વર્તમાન સ્થિતિમાં કોરોનાનો ભય છે ત્યારે તેના ખતરાને રોકવા રેલવે તંત્રએ આ નિર્ણય કર્યો છે.

Previous articleરાણપુરમાં હુઝુર મોહદ્દીષે આઝમના ૬૦ માં ઉર્ષની શાનદાર ઉજવણી,ગરીબોને કપડા વિતરણ કરવામાં આવ્યા.
Next articleરાણપુરમાં જાહેર માર્ગો ઉપર કોરોના વાયરસ અંગેની માહીતી આપતા બેનર લગાડવામાં આવ્યા..