અનુભવના ઓટલે અંક: ૬૨ કુદરતની કમાલ

0
106

કાળા માથાવાળા માનવની ધમાલ છે,પણ કુદરતની ખરી કમાલ છે અણુ  અણુમાં જેનો વાસ છે  કુદરતની કમાલ છેતેનું શબ્દચિત્ર આલેખવું ઘણુ દુષ્કર છેહજાર હાથવાળા ઈશ્વરની લીલા સમજવા જેવી છેકુદરતની લીલા સમજવા થોડા ઉદહરણ સાથે કેટલીક વાતો મૂકવાનું મને મન થાય છે.લોકડાઉનનો પિરયડ ચાલે છે એટલે ભીતરની રખડપટ્ટી વધી ગઈ છેઆપણે ત્યાં કહેવાય છે “ફરે તે ચરે અને બાંધ્યો ભૂખે મરે” મારો કહેવાનો અર્થ તમે સમજ્યા નહિલોકડાઉન હોવાથી હું ભીતરમાં પડેલા વિચારો ખોળીઝડપથી તમારી સમક્ષ મૂકી શકું છુંકોઈ પ્રકૃતિના સ્થળે ફરવા જવાનો જેટલો આનંદ આવે છેતેના કરતા અનેકગણો આનંદ ભીતરના અણદીઠા પ્રદેશમાં માણ્યો છેભીતરમાં લૂંટેલું સૌંદર્ય વહેંચવા મારું મન ઉતાવળુ બન્યું છે. ભીતરના માર્ગે દટાયેલા અમૂલક વિચારો જડ્યા છેતેનો સંસર્ગ આંતરિક શક્તિઓને જગાડે તેવો છે વાતો આપ સૌના અંતરપ્રદેશને નંદનવન બનાવી દેશેબગીચામાં ઊગી નીકળેલા સુગંધી પુષ્પો વાતાવરણને મઘમઘતું બનાવી દે છેતેમ મારા ભીતરમાં ખીલી ઊઠેલા વિચારરૂપી પુષ્પો તમારા જીવનને સુગંધી બનાવી દેશે. લંકાનો રાજા રાવણ શક્તિશાળી રાજા હતોતેમણે મહાદેવની ભક્તિ કરી અનેક વરદાન પ્રાપ્ત કર્યા હતાતે પૈકી ઉદાહરણ તરીકે કેટલાક મળેલા વરદાન વિશે વિગત આપી આપને એક પ્રેરક કથાવસ્તુ દ્વારા અવગત કરવા ઇચ્છુ છુંલંકાની સફાઈ ઓગણપચાસ વાયુ કરતા હતારાજભવનનું દરણુ વિધાતાને દળવું પડતું હતુદિક્પાલને રાજભવનની ચોકી કરવી પડતી હતીટૂંકમાં લંકાપતિ રાવણ ખરા સુખનો સમ્રાટ હતોરાવણને તેનું અભિમાન પણ હતુંરાજા ઇન્દ્ર કરતા પણ તે વધુ સુખ સગવડ ભોગવતો હતોમનુષ્યના જન્મ સમયે  કર્મફળના આધારેલેખાજોખા કરતા વિધાતાજી તેમની દાસી બની ફરજ અદા કરતા હોવાથી તે બહુ ફુલાતો હતોથોડા દિવસો બાદ તેમની રાણીની કૂખે એક પુત્રીનો જન્મ થયોતેના લેખાજોખા લખી પરત ફરતા વિધાતાને રાવણે અટકાવી પૂછ્યું : બોલ, પુત્રીનું ભાવી કેવું હશેવિધાતાજી હસીને બોલ્યાહું અવળુ ફરી દરેક વ્યક્તિનું ભાવિ લખી પરત ફરું છુંતેથી કોઈનું ભાવિ હું જોઈ શકતી નથી, તેમજ જાણતી નથી. તમારી પુત્રીનું ભાવિ જાણવું હોય તો હું જોઈ આપું છુંતમે તે જાણી દુ:ખી થશોકારણ કે તેમાં કોઈ ફેરફારને અવકાશ નથી.કર્મફળ મુજબ લખાયેલું નસીબ બદલાતું નથીરાવણની જીદ પૂરી કરવા વિધાતા પુત્રીનું નસીબ વાંચી સંભળાવે છે: ‘તમારી પુત્રીનું લગ્ન આપના શુદ્ર સેવકના પુત્ર સાથે થશેરાવણ ગુસ્સે થાય છે.તેણે કહ્યું: ‘હું તારા લેખમાં મેખ મારીશમારી પુત્રીનું લગ્ન કોઈ રાજવી સાથે ધામધુમથી કરીશ.’ રાવણ તેના શુદ્ર સેવકના ઘરે રાજના માણસો મોકલી થોડા સમય પહેલા જન્મેલા પુત્રને રાજ સભામાં લઈ આવવા હુકમ કરે છેશુદ્ર પુત્રનું આગમન થતા રાવણ ગુસ્સે થઈ તેની ટચલી આંગળી કાપી નાખવા આદેશ કરે છેરાવણ વધુ ગુસ્સો કરી તેને એક લાકડાની પેટીમાં બંધ કરી સમુદ્રમાં ફેંકી આવવા ફરમાવે છેસેવકો રાજાના હુકમ મુજબ સોંપાયેલું કાર્ય પૂરું કરે છેસમુદ્રની પેલે પાર ઘોઘાનો રાજા ફરતાફરતા સમુદ્રકિનારે આવી પહોંચે છેતેને પાણીમાં તણાઈ આવેલી એક લાકડાની પેટી નજરે પડે છેરાજા તે પેટી ખોલે છેપેટીમાં ખિલખિલાટ કરતું બાળક જોઈ રાજાને ભારે અચરજ થાય છેબાળકને રાણી ભવનમાં લઈ જઈ તેનો ઉછેર કરવા પોતાની રાણીને આજ્ઞા કરે છેઘોઘાનો રાજા પુત્ર વિહોણો હોવાથી રાજમાં ઉત્સવનો માહોલ મનાવા ઢંઢેરો પીટવામાં આવે છેઆજે રાજારાણીના દિલમાં આનંદ હિલોળા લઈ રહ્યો હતોઆખુ ઘોઘા શણગારવામાં આવે છેસમય પાણીના પ્રવાહની જેમ વહી રહ્યો હતો. જોતજોતામાં પુત્ર યુવાન થઈ જાય છેઘોઘાના દૂરદર્શી રાજાની કીર્તિ સમુદ્રના સીમાડા ઓળંગી જાય છેરાવણ પોતાની પુત્રીનો પીળો હાથ કરવા અનેક રજવાડામાં ભૂદેવો મોકલી તપાસ કરાવે છેઘોઘાનો પાટલીપુત્ર યોગ્ય જણાતા તેને શ્રીફળ સોંપવામાં આવે છેઘડિયા લગ્ન લેવાય છેપ્રસંગ પૂરો થતા  રાવણ વિધાતાને બોલાવી કહે છે: ‘તારા લેખમાં મેખ વાગી ચૂક્યો છેરાવણ ધારે તે કરી શકે છે.’ વિધાતા તે અશક્ય છેદરેકને પોતાના કર્મફળ મુજબ જે મળવાનું હોય છેતે મળીને  રહે છેતમે પૂરતી તપાસ કરશો,એટલે તમને તેનો ઉત્તર જરૂર મળી રહેશે.’ અચાનક રાવણને યાદ આવે છેઆપણે શુદ્ર પુત્રની ટચલી આંગળી કાપી નાખી હતીજો ઘોઘાના રાજકુંવરની ટચલી આંગળી કપાયેલી હોય તો વિધાતાની વાત માની શકાયતપાસ કરતા ઘોઘાના રાજ કુંવરની ટચલી આંગળી કપાયેલી હતીમિત્રો રાજા રાવણ પણ વિધાતાના લેખમાં મેખ મારી શક્યો  હતોકાળા માથાવાળો માણસ ઈશ્વરની કૃપા વિના નાનકડી કાંકરી પણ હલાવી શકતો નથીમનુષ્યને મળતા યશઅપયશસફળતા કે નિષ્ફળતા મારા હરિની ઇચ્છા મુજબના હોય છેતેથી સૃષ્ટિના સર્જનવિસર્જન પાછળ કુદરતની કમાલ કારણભૂત હોય છે.વર્તમાન સમયમાં કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વને બાનમાં લીધું છેત્યારે થોડું ચિંતન કરવાનો સમય પાકી ગયો છે.

 હવાનું પ્રદુષણ: હવાનું પ્રદુષણ અસંખ્ય જીવોને હાનિ પહોચાડી રહ્યું હતુંતેને રોકવા વિશ્વના અનેક સંગઠનો ઢોલ પીટતા હતાછતાં સફળતા મળતી  હતીઈશ્વરે તેના પર નિયંત્રણ લાવવા કોવિડ-૧૯ નોવેલ કોરોના વાઈરસને માણસની પરિક્ષા કરવાપૃથ્વી પર મોકલી દીધો છેપહેલાના સમયમાં દેવો, દાનવો કે માનવોનું અભિમાન ઉતારવા કોઈ પરાક્રમિ શક્તિનો ઉદય થતો હતોકોઈ પણ વિસર્જન નવા સર્જન માટે થતું હોય છેરામને વનવાસ રાવણના સંહાર માટે મળ્યો હતોપણ મને અને તમને ગૃહવાસ લુપ્ત થતી માનવીની માનવતાના કારણો ખોળી કાઢવા મળ્યો છે.

ચિંતન: હજારો અકસ્માત અટકી ગયા છેસેંકડો દીકરીઓ સાથે થતા બળાત્કાર એક ઝાટકે બંધ થયા છેકોરોનાની બીમારી મોકલી ઈશ્વરે રસ્તો ભૂલેલા મનુષ્યની શાન ઠેકાણે લાવી દીધી છેઅબોલ પશુઓની કતલ બંધ કરાવી લાખો પશુઓની જીવાદોરી લંબાવી દીધી છેકોરોનાનો વાઈરસ મોકલી હે ઇશ્વર વિશ્વની મહાસત્તા બની બેઠેલાદેશોને તેં તો ધંધે લગાડી દીધા છેમાણસને ઘરમાં પૂરી પાંજરે પુરાયેલા પક્ષિઓને મુક્ત ઊડતા કરી દીધા છેકાળા માથાવાળો માનવી ધારે તે કરી શકેતેવા બોલ સાવ ખોટા પાડી દીધા છેગળે વળગી ભેટતા માણસોને પ્રભુ તેં અળગા કરી દીધા છેબે નંબરી નાણાં ફેરવતા લોકોનેઓનલાઈન લેવડદેવડ કરવા મજબૂર કરી દીધા છે.

 

વાહ રે કુદરતતેં તો રસ્તો ભૂલેલા માનવીઓને ભાનમાં લાવી દીધા છેનાનપણમાં ભુલાયેલી રમતો બધાને રમતા કરી દીધા છે.

ટાઈમ  હતો જેને એક ફોન કરવાનો એમને વીડિયો કોલ કરતા કરી દીધા છે.

વાહ રે કુદરત તેં તો રસ્તો ભૂલેલા માનવીઓને ભાનમાં લાવી દીધા છે.

પ્રાથે ‘ઝગમગ’ પ્રભુ પાય પડી,

ભલા તેં તો મંદિરમસ્જિદ દ્વાર બંધ કરી,

સૌને અંતરના ખોળે રમતા કરી દીધા છે.”

 અછાંદસ પંક્તિઓ મને અને તમને માનવતાના મુલકમાં દોરી જાય છેજ્યારે લાગણીનો છોડ મુરઝાઈ જાય છેત્યારે માનવતાની મહેક સંસારરૂપી બાગમાંથી લુપ્ત થઈ જાય છેસંબંધો યંત્રવત બની જાય છેત્યારે લાગણીના સેતુ વડે જોડાયેલો સબંધ ખપ લાગે છેજેમ દીવો અંધકાર ઉલેચી ઉજાસ આપે છેતેમ લાગણીના સંબંધો ચમત્કારી પરિણામો આપે છેઆવા સંબંધોમાં શંકાને લેશમાત્ર સ્થાન નથીલાગણીના સંબંધોમાં જ્યારે શંકાને પ્રવેશ મળે છેત્યારે આવા સબંધોનો અકાળે અંત આવે છેપરિવાર અથવા સમાજને તેના દૂરગામિ પરિણામો સહન કરવા પડે છે.છેલ્લા ઘણા સમયથી શિક્ષણમાં ઓનલાઈન હાજરીવિદ્યાર્થીઓનું ઓનલાઈન મૂલ્યાંકન જેવી અનેક બાબતો દાખલ કરવામાં આવી છેવિદ્યાર્થીઓની હાજરી પૂરવાનું કામ શિક્ષકનું છેએરકંડિશન ઓફિસમાં બેઠેલા અધિકારીનું નહિજે શિક્ષકની નિયત પર સરકારી તંત્રને ભરોસો નથીતે શિક્ષક સમાજનો ઘડવૈયો શી રીતે બની શકશે? શિક્ષક શાળામાં હાજર છે કે નહિ? તે જોવાનું કામ શાળાના મુખ્ય શિક્ષકનું છેતેની ચિંતા ગાંધીનગરમાં બેઠેલા અધિકારીએ કરવાની જરૂર નથીરાજ્ય સરકારે મુખ્ય શિક્ષકની નિમણુક શા માટે કરી છે? શાળાની દેખરેખ રાખવા, શાળાના શિક્ષકો પાસે આયોજનબદ્ધ કામ લેવા, શાળાની પ્રવૃત્તિઓને વેગ આપવાજો ગાંધીનગરમાં બેઠેલો કોઈ એક અધિકારીઓનલાઈન આખા રાજ્યની શાળાઓ ચલાવી શકતો હોય તો રાજ્ય સરકારે મુખ્ય શિક્ષક રોકવાની શી જરૂર છે? કોમ્પ્યૂટર કે મોબાઈલ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો,દેશને નંદનવન બનાવી શકશે તેવો ભરોસો હોય તો શાળા, કોલેજ કે યુનિવર્સિટીની શી જરૂર છે? જ્યારે મૂળભૂત પાયાની બાબત સમજાતી નથીત્યારે માણસમાં વિકૃતિ પેદા થાય છેપરંતુ પાયાના સિદ્ધાંતો અપનાવવા જે જાગૃત હોય છેતેને પ્રકૃતિ સહાય કરે છેગુરુશિષ્યના સંબંધોને જે આદર આપે છેતેવા રાષ્ટ્રોની પ્રગતિ થાય છેજે શાળાકોલેજ અભ્યાસક્રમના વિષયો ઉપરાંત વિદ્યાર્થીનું જીવન ઘડતર કરી શકે છેતે માનવ સંસ્કૃતિનું મંદિર ગણાય છેજે દેશ આવા મંદિરોનું નિર્માણ કરી શકે છેતે દેશની વિરાટ સંસ્કૃતિ કોઈપણ સમસ્યાનો ઉકેલ ચપટી વગાડતા શોધી કાઢે છે.આપણે થોડું ચિંતન કરી આત્મ નિરીક્ષણ કરવાની જરૂર છે. ભૌતિક સંપત્તિ અર્જિત કરવાનુંમનુષ્યનું એકમાત્ર લક્ષ્ય નથીઆધ્યાત્મિક માર્ગે પણ આપણે આગળ વધતા રહેવાનું છેશિક્ષણ આપવાનું કામ શિક્ષકનું છેછતાં સરકારી અધિકારીઓ કારણવગરની ચિંતાનો બોજ લઈ શા માટે ફરે છેસરકારી તંત્રને શાળાના શિક્ષકો કે મુખ્ય શિક્ષક પર ભરોસો  આવતો હોય તો દેશનું ભાવિ કોણ ઘડશે? આજનો અધિકારી એક સમયે તેના શિક્ષકનો વિદ્યાર્થી હતોતે કોઈપણ અધિકારીએ યાદ રાખવું જોઈએજ્યારે કોઈ એક વ્યક્તિ સર્વેસર્વા બની કામ કરવા લાગે છેત્યારે માનવતાનો સૂર્ય અસ્ત પામે છેઅહંકારી મનુષ્ય,માનવજાત માટે પતનનું કારણ બને છેદર અઠવાડીયે વિદ્યાર્થીઓનું ઓનલાઈન મૂલ્યાંકન કરતો અધિકારીવિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા પણ યોજી શક્યો નથીએટલું  નહિ તેને ઉપરના ધોરણમાં ચડાવવા વિવશ થયો છેશિક્ષકની હાજરી પર દેખરેખ રાખતો ઓફિસર આજે શિક્ષકને ઘરે બેઠા પગાર ચૂકવવા મજબૂર બન્યો છે બધી કુદરતની કમાલ છેકોરોનાનો વાઈરસ કોઈ સંદેશ લઈને આવ્યો છેજ્યારેજ્યારે ધર્મની હાનિ થાય છેત્યારેત્યારે ઈશ્વર અસત્યોને અટકાવા ધરતી પર સૃષ્ટિની સંભાળ લેવા આવી પહોંચે છે.

કમાલ છે કુદરતની…!’

લેખક:- લાભુભાઈ ટી. સોનાણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here