ભાવનગરનાં આંગણે પિતા- પૂત્રની “”જુગલ બંઘી”” ફોટોગ્રાફી પ્રદશઁન. અસંખ્ય ફોટો- કલાના પ્રદશઁનનો કયાઁ બાદ. રોજ સવારે ” Good morning Bhavnagar ” થી પણ આપણે યાદ કરીએ એવા જાણીતા ફોટોગ્રાફર શ્રી અમૂલ ખોડીદાસભાઇ પરમારનાં કેમેરાની આંખે ” કેનેડાનો નાયેગ્રા ધોધ ” ની ૨૦૧૮ માં લેવાયેલી તસ્વીરો. જેવી કે ઘોઘની અંદરથી, આકાશમાંથી , નાઈટ શોટ , સુંદર ફ્લાવર સાથે , અને કેનેડા અને અમેરિકા બંને ઘોઘના એરીયલ તથા કૂદરતના નયનરમ્ય ફોટોગ્રાફી નિહાળીને નાયેગ્રાને માણવાનો લ્હાવો જરૂરથી લેશો.
આ ઊપરાંત મુંબઈથી તૈયાર થયેલા સિનેમેટોગ્રાફર શ્રી ઘવલ અમૂલ પરમારની આકાશી આંખે ( એરીયલ વ્યુ ), આઘુનિક ટેકનિક અને કલાના સંગે ડ્રોન એરીયલ ફોટોગ્રાફીથી ભાવનગર જિલ્લાના સુંદર સ્થળોની હરીયાળીથી સુશોભિત તસ્વીરો રજુ કરે છે…….જેમાં કોળીયાક બીચ , તળાજાના ગુફાઓ, માળનાથના લીલાછંમ ડુંગરો , અલંગ શીપ યાડઁ , શિહોરનુ ઐતિહાસિક સ્થાપ્યત તેમજ ભાવનગરના અલગ અલગ એરીયાની એરીયલ સીટી સ્કેપની વગેરે ..કદાચ ભાવેણાના લોકોએ આ સ્થળો જોયા અનુભવ્યા નહી હોય.પણ જોશો તો અચૂક એમના સાનિઘ્યે માણવા જવાના એ નક્કી .આ ફોટોગ્રાફીનું પ્રદશઁન તા- ૨ અને ૩ ઓક્ટોબર- ૨૦૨૧ના બંને દીવસ શ્રી ખોડીદાસ પરમાર આટઁ ગેલેરી – સરદારનગર ખાતે , સવારે- ૧૦ થી ૧ અને બપોરે ૪ થી ૮ વાગ્યા સૂઘી ભાવનગરવાસીઓ ને લહાવો લેવા તેમજ આ માહોલને માણવા જાહેર આમંત્રણ પાઠવીએ છીએ.