ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજીત વેસ્ટમાંથી બેસ્ટ સેલ કમ પ્રદર્શનનો પ્રારંભ

1141

સોલીડવેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓનું એકઝીબીશનનુ આયોજન કરાયું
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વેસ્ટ વસ્તુઓમાંથી બેસ્ટ વસ્તુઓનું સર્જન કરી આ સામગ્રીનું વેચાણ-પ્રદર્શનનું આજે શુક્રવારથી શહેરના મોતીબાગ ઓપન એર થિયેટર ખાતે કરવામાં આવ્યું છે. દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના સોલીડવેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓનું એકઝીબીશનનુ આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં ભાગ લેનારા વ્યક્તિઓ રોજીંદા વપરાશમાં લીધેલી વસ્તુઓના ઉપયોગ બાદ કચરા રૂપે નિકાલ કરતી વેસ્ટ વસ્તુઓમાંથી બેસ્ટ કલાનું સર્જન કરશે. શહેરના મોતીબાગ ઓપન એર થિયેટર-અટલબિહારી વાજપેયી ઓપન એર થિયેટર ખાતે તારીખ 1 અને 2 ઓક્ટોબરના રોજ સવારે 10 થી રાતના 8 વાગ્યાં સુધી પ્રદર્શન ખુલ્લું રહશે. શહેરીજનોને પધારવા અને કલાકારોનો ઉત્સાહ વધારવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. નયનાબેન પટેલે જણાવ્યું હતું કે, કોઈપણ વસ્તુ એવી ન હોય કે આપણે તેમાંથી કઈ બનાવી ન શકીએ, બાટલાની નોઝરમાંથી કિચેન, સુતળીમાંથી નાની ઢીંગલી, એવી કોઈ પણ વસ્તુઓ માંથી અવનવી વસ્તુઓ બનાવવામાં આવે છે. વેસ્ટ વેઘરમાંથી ગિફ્ટ બોક્સ, બીલી થડમાંથી કેક સ્ટેન્ડ, ફરના મટીરીયલમાંથી ડેડી બિયર, ન્યૂઝપેપરમાંથી શો પીશ ટ્રે, આપના ઘરમાં એવી કોઈ વસ્તુઓ નહીં હોય જેનો ઉપયોગ ન કરી શકાય.

Previous articleબે કાર્ગો કન્ટેનરનું મનસુખ માંડવીયાના હસ્તે ઉદ્ઘાટન
Next articleદેશમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી યુગનો પ્રારંભ:મંત્રી માંડવીયા