દેશમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી યુગનો પ્રારંભ:મંત્રી માંડવીયા

721

ખેડૂતો હવે ડ્રોન વડે ખાતર-રાસાયણિક દવાઓનો છંટકાવ કરી શકશે વાળુકડ ખાતે કૃષિ પરિસંવાદ યોજાયો
દેશમાં વર્ષે જૂની ખેતીની પરંપરા ને ઝડમૂળથી બદલવાનો સમય આવી ગયો છે ત્યારે કૃષિ ક્ષેત્રે યોજાયેલ પરિસંવાદ માં કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ ડ્રોન વડે આધુનિક ખેતી સંદર્ભે ડ્રોન વડે ખાતરનો છંટકાવ અંગે ડેમોસ્ટ્રેશન અને માહિતી આપી હતી.

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના વાળુકડ ગામે આવેલ લોક વિદ્યાલય ખાતે કેન્દ્રીય રસાયણ, ખાતર,આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખભાઇ માંડવીયાના અધ્યક્ષસ્થાને કૃષિ ક્ષેત્રે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મંત્રી માંડવીયાએ આધુનિક ટેકનોલોજી નો એક ભાગ બની રહેલ અને આજકાલ બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાઈ રહેલ “ડ્રોન” થકી સફળ ખેતી અંગે પરિસંવાદ માં માહિતી આપી હતી,

જેમાં મંત્રી માંડવીયાએ જણાવ્યું હતું કે ખેડૂતો વિવિધ પ્રકારની ખેત ઝણસ ઉત્પાદન મેળવવા જે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે છે તે આજદિન સુધી ખેડૂતો ફસલના થડપર છંટકાવ કરતાં હતાં આ ઉપરાંત કિટનાશક દવાઓ પણ જીવના જોખમ સાથે છોડપર છંટકાવ કરે છે આ પધ્ધતિ માં ખાસ્સો સમય અઢળક નાણાં ના વપરાશ સાથે ખેડૂતો ના જીવ પર સંકટ તોળાયેલુ રહેતું હોય છે પરંતુ ભારતના કૃષિ મંત્રાલય દ્વારા સ્વદેશી ટેકનોલોજી થી સજ્જ એવી ડ્રોન થકી ખેતી થી આગામી દિવસોમાં ક્રાંતિકારી પરિણામો આવશે લીક્વીડ રૂપમાં રહેલ રાસાયણિક ખાતર 15 લીટરની ટાંકીમાં ભરી ડ્રોન ની મદદ વડે ખેડૂતો ખુબ ઓછાં સમયમાં સમગ્ર ફસલ પર આ ખાતરનો છંટકાવ કરી શકશે એજ રીતે ઝંતુનાશક દવા પણ ડ્રોન ની મદદ વડે છંટકાવ કરી કિંમત સમય નાણાં સાથે ખેડૂત પોતાનું તથા પરિવારનું રક્ષણ પણ કરી શકશે આ ડ્રોન કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા સ્વિકૃત કરેલ છે જેની પ્રારંભિક કિંમત રૂપિયા 5 લાખ જેવી છે આ અદ્યતન ટેકનોલોજી થી સંપૂર્ણપણે અવગત જિલ્લા તથા તાલુકા મથકે આવેલ સરકારી ખેતીવાડી સેન્ટરો તથા કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને કરાવવામાં આવશે આ ઉપરાંત આગામી દિવસોમાં અનેક પરીવર્તનો થકી કૃષિકારો પ્રગતિનાં પંથે આગળ વધશે આ કાર્યક્રમમાં રાજ્ય ના પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણી સહિત ના મંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને ખેડૂતો પણ આ નવી બાબત ને લઈને ભારે જીજ્ઞાસા દાખવી હતી.

Previous articleભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજીત વેસ્ટમાંથી બેસ્ટ સેલ કમ પ્રદર્શનનો પ્રારંભ
Next articleમંત્રી દેવાભાઈની જનઆર્શીવાદ યાત્રાનું ભુતેશ્વર ગામેથી પ્રસ્થાન