શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં ઉભરાતી ગટરોને કારણે રોગચાળો ફાટી નિકળવાની ભીતિ

754

ગટરના ગંદાં પાણી રોડપર અવિરતપણે વહી રહ્યાં છે : વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે એ પૂર્વે ડ્રેનેજ પ્રશ્ન હલ કરવા લોક માંગ
ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ ગાયત્રીનગર સ્થિત શિવશક્તિ સોસાયટીમાં છેલ્લા ઘણાં સમયથી ડ્રેનેજ લાઈન ચોકઅપ થઈ જતાં ગટરના ગંધાતા પાણી રોડપર વહી રહ્યાં છે પરીણામે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નિકળવાની શકયતા સ્થાનિકોએ વ્યક્ત કરી છે. આજકાલ વરસાદી માહોલ ને પગલે શહેરના અનેક વિસ્તારોમાં રૂટિન સાફસફાઈ સાથે ડ્રેનેજ ને લગતાં પ્રશ્નો લોકો ની સમસ્યામાં વધારો કરી રહ્યાં છે બીએમસી નું સોલીડવેસ્ટ વિભાગ લોકો ની સમસ્યાઓ ઉકેલવામાં ઉણુ ઉતર્યું છે તંત્ર પાસે પુરતાં પ્રમાણમાં સફાઈ કર્મચારીઓ તથા જરૂરી સાધનોની સ્પષ્ટ પણે ઉણપ વર્તાઈ રહી છે. તંત્રની બેદરકારી નું પરીણામ લોકો એ વેઠવું પડી રહ્યું છે શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ ગાયત્રીનગર સ્થિત શિવશક્તિ સોસાયટીમાં જાહેર રોડ તથા શેરીઓમાં આવેલી ડ્રેનેજ લાઈન જામ થઈ જતાં ગટરના ગંદા પાણી મેનહોલ માથી ઉભરાઈને રોડપર અવિરતપણે વહી રહ્યાં છે એક તરફ ચોમાસું રોગચાળો ફેલાયો છે ત્યારે તંત્રની ગંભીર બેદરકારી નું પાપ સ્થાનિકોએ ભોગવવું પડે એ હદે સ્થિતિ વણસી છે. આ અંગે સ્થાનિક રહેવાસીઓએ જવાબદાર તંત્ર ને ફરિયાદો કરતાં તંત્ર ના કર્મચારીઓ ફક્ત સમસ્યા નિહાળી જતાં રહ્યાં હતાં આથી આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે એ પૂર્વે ડ્રેનેજ પ્રશ્ન હલ કરવા લોક માંગ પ્રબળ બની છે.

Previous articleચોમલથી બાઈક ચોરી ભંડારીયા જતા શખ્સને પોલીસે ઝડપી લીધો
Next articleસોનગઢમાં આરોગ્યલક્ષી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો