ગ્રનીસીટી દ્વારા સ્વ. અક્ષયભાઈ ઓઝાના સ્મરણાર્થે ૩૬ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું

371

શહેરના જાણીતા વકીલ એવા સ્વર્ગસ્થ અક્ષયભાઈ ઓઝાના સ્મરણાર્થે તેમના ધર્મપત્નિ માધવીબેન ઓઝા દ્વારા રૂા. પ૧૦૦૦/-નો ચેક ગ્રીનસીટી સંસ્થાને અર્પણ કરી તેઓના હસ્તેન લિમબાગ ચોકના ડીવાઈડરમાં ૩૬ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી સ્વર્ગસ્થને સ્મરણાંજલી અર્પી હતી. આ તબકકે માધવીબેન ઓઝાએ જણાવ્યું હતું કે અક્ષયભાઈ ઓઝાને પર્યાવરણ પ્રત્યે ખુબ જ પ્રેમ હતો. આથી જ તેઓની યાદમાં વૃક્ષારોપણ કરાવવાનું નક્કી કર્યુ હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સમગ્ર જીવસૃષ્ટિને જીવતા રહેવા માટે સૌથી પહેલી જરૂર ઓક્સિજનની પડે છે. અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ જાળવી રાખવા માટે વૃક્ષો વાવા-ઉછેરવા ખુબ જ જરૂરી છે.

આપણે સહુઅ ાપણા ઘરના આંગણામાં નાના ફુલ છોડ કે વૃક્ષો વાવીને સંતોષ લેતા હોઈએ છીએ. જયારે શહેરના બાગ-બગીચા કે જાહેર રસ્તા ઉપરના વૃક્ષો શહેરને સુંદર તથા રળીયામાણું બનાવતા હોય છે. ગ્રસનીસીટી એક એવી સંસ્થા છે જે છેલ્લા કેટલાય વર્ષોથી શહેરને સુંદર અને હરિયાળુ બનાવવા સતત અવિરત જહેમત ઉઠાવી રહી છે. ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ દ્વારા વૃક્ષોને વાવવાનું, તેની સંભાળ લેવાનું તેમજ તેનો કાળજીપુર્વક ઉછેર કરવાનુંત ેઓના અંગત સમય ફાળવીને પણ વર્ષોથી થઈ રહ્યું છે. ભાગ્યે જ કોઈ મોટા ઉદ્યોગપતિ પર્યાવરણ માટે આટલી તન-મન-ધનથી સેવા કરતું હશે. ભાવનગરના દરેક નાગરિકે આ ઉમદા કાર્યમાં પોતાનો યથાશક્તિ સહયોગ આપવો જોઈએ. શહેરને હરીયાળુ બનાવવા તથા પર્યાવરણની સમતુલા જાળવાઈ રહે તે માટે દરેક ભાવનગરવાસીઓએ ઓછામાં ઓછુ ૧ વૃક્ષ વાવી તેનો ઉછેર કરવો જોઈએ તેમ માધવીબેન ઓઝાએ જણાવ્યું હતું. આ વૃક્ષારોપણ પ્રસંગે ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ તથા અચ્યુતભાઈ મહેતા હાજર રહેલ.

Previous articleઅંબિકા પ્રા.શાળામાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું
Next articleરાણપુરના દેવળીયા ગામે ભાદર નદીમાં ટ્રેક્ટર પાણીમાં ગરકાવ થતા બે વ્યકતીનો આબાદ બચાવ