ફેસબુક, વોટ્‌સએપ અને ઇંસ્ટાગ્રામ ડાઉન

76

નવી દિલ્હી, તા.૪
સોશિયલ મીડિયા સાઇટ્‌સ વોટ્‌સએપ, ફેસબુક અને ઇંસ્ટાગ્રામ ડાઉન થઇ ગયું છે. યૂઝર્સને તેના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો ટિ્‌વટર દ્વારા તેની ફરિયાદ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં મોટી સંખ્યામાં લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્‌સએપ, ફેસબુક અને ઇંસ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. બીજી તરફ ફેસબુક વેબસાઇટ પર એક સંદેશો લખેલો આવી રહ્યો છે કે સોરી, કાંઇક ગરબડ છે. અમે તેના પર કામ કરી રહ્યા છીએ અને અમે તેને જલ્દી દુરસ્ત કરી લઇશું. યૂઝર્સ ટિ્‌વટર પર પોસ્ટ કરતા લખી રહ્યા છે કે પોપ્યુલર સોશિયલ નેટવર્કિંગ અને કમ્યુનિકેશન પ્લેટફોર્મ્સ તે ભારતીય સમય પ્રમાણે રાતે ૯ વાગ્યાથી ઉપયોગ કરી શકતા નથી. વેબ સેવાઓને ટ્રેક કરનારી વેબસાઇટ ડાઉનડિરેક્ટર ડોટ કોમે પણ કહ્યું કે યૂઝર્સ ઘણી સંખ્યામાં ફરિયાદ કરી રહ્યા છે. પોર્ટલના મતે ફેસબુક અને ઇંસ્ટાગ્રામથી જોડાયેલી ૨૦,૦૦૦થી વધારે ફરિયાદ રિપોર્ટ થઇ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ડાઉન થવા પર વોટ્‌સએપે ટિ્‌વટર દ્વારા કહ્યું કે અમને ખબર છે કે વોટ્‌સએપ યૂઝર્સને ઉપયોગ કરવામાં મુશ્કેલીનો સામવો કરવો પડી રહ્યો છે. અમે તેને ઠીક કરવા માટે કામ કરી રહ્યા છીએ અને જલ્દીથી જલ્દી અમે અપડેટ આપીશું. આ દરમિયાન સોશિયલ મીડિયા દિગ્ગજ ઇંસ્ટેંટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્‌સએપ પણ ૧૪,૦૦૦થી વધારે ઉપયોગકર્તા માટે બંધ હતું. જ્યારે મેસેન્જર લગભગ ૩૦૦૦ ઉપયોગકર્તા માટે ડાઉન હતું. ભારતમાં ફેસબુકના ૪૧૦ મિલિયનથી વધારે ઉપયોગકર્તા છે. વોટ્‌સએપ મેસેન્જરના ૫૩૦ મિલિયનથી વધારે ઉપયોગકર્તા છે. જ્યારે ભારતમાં ઇંસ્ટાગ્રામના ૨૧૦ મિલિયનથી વધારે યૂઝર્સ છે.