મહુવાની પારેખ કોલેજ ખાતે વન મહોત્સવની ઉજવણી અતર્ગત વાઈલ્ડ લાઈફ ક્વીઝ સ્પર્ધાનું આયોજન

129

વિદ્યાર્થીઓને વન્યજીવોના જતન અને રક્ષણ સહભાગી બનવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું : ક્વીઝ સ્પર્ધામાં ૧ થી ૩ નંબર મેળવનારા વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યાં
ભાવનગર જિલ્લાના મહુવા ખાતે આવેલા મહુવા વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહ અંતર્ગત આજરોજ મહુવા પારેખ કોલેજ ખાતે વાઈલ્ડ લાઈફ ક્વીઝનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાવનગર શહેર અને જિલ્લામાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી ઠેરઠેર થઈ રહી છે. તેના ભાગરૂપે તાલુકા કક્ષાએ મહુવા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહુવા પારેખ કોલેજના વિદ્યાર્થીઓ માટે વાઈલ્ડ લાઈફ અંગે કવીઝનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે ક્વીઝ સ્પર્ધામાં ૧ થી ૩ નંબર મેળવનારા વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા.
મહુવાના આર.એફ.ઓ આર.આર.ચૌહાણ દ્વારા જણાવ્યું હતું કે, કોલેજના વિદ્યાર્થીઓને વન્યજીવોના જતન અને રક્ષણ સહભાગી બનવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમાજમાં જાગૃતિ ફેલાવવા અર્થે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વન્યપ્રાણીઓ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને પ્રાણીઓ વિશે માહિતીગાર કરવામાં આવ્યાં હતા.
આ વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી કાર્યક્રમમાં મહુવા આર.એફ.ઓ આર.આર. ચૌહાણ તથા વન વિભાગનો સ્ટાફ, કોલેજના આચાર્ય, શિક્ષકો તથા વિદ્યાર્થી ભાઈ-બેહનો ઉપસ્થિત રહ્યા હતા.