શહેરના પાનવાડી સ્થિત PWD કવાટરમા સફાઈનો સદંતર અભાવઃરોગ ચાળાની ભીતિ

207

સરકારી વિભાગના કલાસ એકથી ત્રણના વર્ગના અધિકારીઓ આ કવાર્ટરમાં રહે છે
ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલ પીડબલ્યુડી કવાર્ટર માં સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કલાસ એક થી ત્રણ ના વર્ગનાં અધિકારીઓ વસવાટ કરે છે જયાં છેલ્લા ઘણા સમયથી નિયમિત રીતે સાફસફાઈ નો સદંતર અભાવ છે પરિણામે સ્થાનિકો ભારે હાલાકી વેઠી રહ્યાં છે. સરકારી અધિકારીઓ તથા તંત્ર દરેક સ્થળે સ્વચ્છતા ના હિમાયતી હોય છે અને જયારે વાત આવે આ અધિકારીઓ ના રહેઠાણ આસપાસ ની ત્યારે એ સ્થળોએ લગભગ સાફસફાઈ નો વિશેષ આગ્રહ રાખવામાં આવે છે અને મહદઅંશે અધિકારીઓ ના રહેણાંક આસપાસ નિત્ય સફાઈ સાથે સમગ્ર વિસ્તાર ચોખ્ખો-ચણક જોવા મળે છે પરંતુ ભાવનગર શહેરમાં આવેલી પાનવાડી વિસ્તાર સ્થિત સરકારી કર્મચારીઓ ની વસાહત આ બાબતમાં આજકાલ અપવાદરૂપ સાબિત થઈ છે પીડબલ્યુડી ના કવાટૅરમા કલાસ વન ઓફીસરો થી લઈને ત્રીજા વર્ગના કર્મચારીઓ પરિવાર સાથે વસવાટ કરતાં હોવા છતાં અહીં નિત્ય સફાઈનો અભાવ છે અને ચોમેર ગંદકી સાથે કિચડનુ સામ્રાજ્ય જોવા મળે છે હવે “ખાટલે જ મોટી ખોટ” હોય ત્યારે ફરિયાદ કયાં કરવી..?!! જેવો ઘાટ અહીં સર્જાયો છે અધિકારીઓ દિવસભર કચેરીઓમાં સરકારી કામ-કાજમા વ્યસ્ત રહે છે પરંતુ તેનાં પરિજનો ઘર આસપાસની ગંદકી તથા સાફ-સફાઈ ના અભાવે ભારે પરેશાન છે કેટલાક સફાઈ ના હિમાયતી અધિકારીઓ એ આ મુદ્દે જવાબદાર તંત્ર તથા અધિકારીઓ નું વારંવાર ધ્યાન દોર્યું હતું પરંતુ આળસુ તંત્ર એ આજદિન સુધી કોઈ દાદ ન આપી હોવાનું અંગત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે સાફસફાઈ ના અભાવને પગલે કેટલાક અધિકારીઓ અત્રે થી અન્યત્ર સ્થળાંતરિત થવાનું વિચારી રહ્યાં છે ! આ અંગે એક કલાસવન અધિકારી એ નામ ન આપવાની શર્તે જણાવ્યું હતું કે આ કવાર્ટર માં પાયાકિય સવલતો નો સદંતર અભાવ છે એક અધિકારી તરીકે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવામાં નથી આવ્યા હાલમાં ચોમાસાનો માહોલ હતો એ દરમ્યાન પરિસ્થિતિ વધુ કફોડી બની હતી. ગંદકી ને પગલે માખી-મચ્છરોનો અસહ્ય ત્રાસ છે અને જેને પગલે કવાર્ટર માં ડેન્ગ્યુ મલેરિયા સહિત ના રોગનો ભોગ પણ લોકો બની રહ્યાં છે ત્યારે આ અંગે પરિસ્થિતિ નહીં સુધરે તો અધિકારીઓ સામુહિક રીતે હિજરત કરી અન્યત્ર સ્થળે રહેવા જવાની ફરજ પડશે.